________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૧૩ સ્ત્રીના વિશેષ ધર્મ પુરુષના વિશેષ ધર્મથી નિરાળા છે એટલું તે હવે સ્પષ્ટ જ છે. ભણવું ગણવું, ખાવું પીવું, ધર્મ પાળ, નીતિ પાળવી, સ્વચ્છતા, સુઘડતા, સૉષ, વિવેક રાખવાં આવા આવા અનેક ધમ તે સ્ત્રી પુરુષ ઉભયને સામાન્ય છે. સ્ત્રીએ મનુષ્ય છે, ને પુરુષે મનુષ્ય છે, એટલે દેહ અને આત્માના મનુષ્યધમ તે ઉભયને માટે એક સરખા જ છે. છતાં સ્ત્રી તે સ્ત્રી છે, ને પુરુષ નથી; અને પુરુષ તે પુરુષ છે, ને સ્ત્રી નથી. એ કારણથી ઉભયના વિશેષ ધર્મ નિરનિરાળા જ છે. ત્યારે સ્ત્રી જાતિના વિશેષ ધર્મ શા છે?
સ્ત્રીઓને પહેલે વિશેષ ધર્મ તે પત્નીધર્મ. કન્યકા મટી વધુ બને, કૈમારને આરેથી ઉતરી લગ્નને તીરે જઈ બેસે, ત્યારથી સે સ્ત્રીઓને પત્ની ધર્મ પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર જે તારિકા ફરતી હતી તે તારિકા સૂરજમાલાની અંગભૂત બને છે, અને તે પછી સદા તેને સૂરજમાલાની સાથે જ ઘૂમવાનું રહે છે. કેઈ પણ વ્રતથી વ્રત લેનાર બન્ધાય છે, નિયમનમાં આવે છે. લાવ્રતથી પણ પતિપત્ની નિયમનમાં આવે છે, ને પરસ્પરથી બન્ધાય છે. બહેન ! લગ્નવ્રત લેતી વેળાએ હમે કયા નિયમન સ્વીકાર્યા છે એ યાદ છે? ગેરે હમારે હાથ તમારા પતિના હાથમાં મૂક્યા તે વેળાએ તમારી સૌની પાસે પ્રતિજ્ઞાઓ કરાવી છે. એ પ્રતિજ્ઞાઓ તમને આજ સ્મરણે છે? સ્મરણે ન હોય, વીસર્યા છે તે ગેરને પૂછી જોજે, શાસ્ત્રમાં વાંચી લેજો. એ પ્રતિજ્ઞાઓએ વીસરવી તે તે ક્યાં જવું છે તે નક્કી કર્યા વિના મુસાફરી આદરવા જેવું છે. સંસારની સફરમાં ન્હમારું બહાણ હમે મેલ્યું છે. હેને ક્યાં લઈ જશે? કેમ ચલાવશે? બહેને! સંસારની સફર આદરતાં જ તમે એ નિયમન ઉચ્ચાર્યા છે. તે વખતે માત્ર ઉચ્ચાર્યા છે, કે હમારે બદલે ગરે ઉચ્ચાર્યો હશે. હવે એ સમજી લેવા જોઈએ. એ સૌ નિયમનને સમાવેશ પત્નીધર્મમાં થાય છે. સ્ત્રીજાતિની સ્વાભાવિક સરલતા, ઉચ્ચતા, નેહાળતા, ધામિકતા, શ્રદ્ધા, આસ્થાને પૂછી એ પળે પળશે તે ભૂલાં નહીં પડે.
For Private and Personal Use Only