________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
હિંદુસ્તાનમાં આવી હિંદુ ધર્મપરફિદા થયેલી એનીમિસેન્ટ આ દેશમાં શા મંગળ સમારંભ ચેાજ્યા છે?
૨૩
હિંદુસ્તાનની આદર્શરૂપ સુન્દરી સરલાદેવીની અપૂર્વશક્તિના આપણને ગયે વર્ષે જ અનુભવ થયા.
નાની વયમાં જ વિદેહી થયેલી તારૂદત્તનાં કાન્યાયે યુરોપમાં પણ પ્રશંસા મેળવી.
સ્ત્રીયાતિની શક્તિની ઝાંખી ભૂત અને વર્ત્તમાનમાં આપણે કરી. સ્ત્રી તે સરલતાની મૂર્તિ છે, શાન્તિની ગંગા છે. જીવનની આનંદઐસી છે. શ્રદ્ધાનું સ્વરૂપ છે અને યાગ—સ્વાર્થત્યાગની સિદ્ધિ છે. ભગવાન બુદ્ધને મળેલી સુજાતાની કથા હૈના સાંભળવા જેવી છે.
બુદ્ધ ભગવાન એધિસત્વ વૃક્ષ નીચે તપ કરતા હતા— સત્ય શોધતા હતા. ઘણા દિવસના કઠણ તપ અને અપવાસથી શરીર જીણુ થયું. મહર્ષિને ઘણા દિવસ થયાં ભેજન મળ્યું ન હતું. ગાત્ર સુકાયાં હતાં.
પડોશમાં એક ગામ હતું, ત્યાં સુજાતા નામની સુન્દરી એક ધનવાનની પત્ની હતી. પુત્રના કાડવાનીએ એમ માનતા લીધી કે પુત્ર પ્રસવ થશે તેા વનદેવને થાળ ધરાવીશ. ભગવાને માનતા સફળ કરી ને ત્રણ માસના હસતા ખાલકડાને લઈ કાડવતી સાભાગ્યવતી વનદેવને થાળ ધરાવવા ચાલી. બુદ્ધે ભગવાન તપતા હતા તે વૃક્ષ નિચે સુન્દરીઓના સંઘ આળ્યેા. યુદ્ધને જોયા. સાક્ષાત વનદેવે દર્શન દીધાં અને બુદ્ધ ભગવાનને થાળ ધરાવી અર્ધ્ય આપી તેમના સુકાતા મુખમાં શરીરને સંતાષનાર મધુર દુધપાક્ના કોળીયા ભરાવ્યા. આ પ્રસાદે બુદ્ધને સતેજ કર્યો ને પુનર્જીવન આપ્યું. સુજાતા દેવને પ્રસન્ન જોઈ રાજી થઇ ને બુદ્ધે તેને તથા તેના બાલકને આશિર્વાદ આપ્યા. સરલતા, શાન્તિ
For Private and Personal Use Only