________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
સ્ત્રીઓને સન્દેશ.
અને મહિમા આપણે હાથ છે. માબાપની કીર્તિ કીતિ હમેશાં સન્તાનના હાથમાં હોય છે. ગુર્જરીની લાજ અને શાલા પણ આપણે જ સાચવવાની ને વધારવાની છે. ગુજરાતનાં અંત ને ઉદ્યોગ, ગુજરાતની ખ્યાપારકુશળતા, ગુજરાતનાં સાગર ઉપરનાં સાહસ, ગુજરાતનાં ડહાપણ અને દૂરઅન્દેશી, ગુજરાતની ભક્તિ અને પરોપકારિતા, ગુજરાતનાં શાન્તિયુગનાં પરાક્રમ, ગુજરાતની મધુરતા, સુન્દરતા, પુણ્યભાવનાઃ આ ભાવી ગુજરાતની માતાએ ! એ અમારી સૌ આશા તમારા ધાવણમાં છે. ગુજરાતના વીર પુરુષા, ગુજરાતના તત્ત્વચિન્તકા, ગુજરાતના રાજનીતિજ્ઞા, ગુજરાતના કવિઓ, ભકતા, દાનેશ્વરી, આ ગુજરાતની જનનીએ ! એ સહુ યશપુત્રા તમારા જડ અને ચેતન દેહમાં સંચેલા છે. મિસરથી માંડી સારા પશ્ચિમ આફ્રિકાના કાંઠા આપણા ગુજરાતીઓએ ખીલચૈા હતા. અરખરતાનથી આદરી સારા અરખ્ખી સમુદ્ર અને હિન્દી મહાસાગર ડહાળી નાંખી જાવા, સુમાત્રા અને ચીન સુધી આપણાં ગુજરાતી વહાણા સફર ખેડતાં, એ સમુદ્ર તા આપણા પુરાણા ખલાસીઓને મન મેટા સરાવર જેવાં હતાં. સુરત અને ખંભાત જેવાં ખન્દરા હતાં. દ્વારિકાં અને પ્રભાસ જેવાં તિર્થાં હતાં. આ અલબેલી મુંબઈનગરીની જાહેાજલાલી ખીલવનારા ભાટિયા, કપેાળ અને અન્ય વૈડ્યા, પારસી, ખાજા, મેમણુ, એ સહુ આપણી ગુર્જર માતાનાં સન્તાન છે. હેના ! એટલું સ્મરણમાં સંચી રાખજો કે જ્યાં જ્યાં ગુર્જરી ભાષા એટલાય છે ત્યાં ત્યાં ગુજરાત જ છે. ગુજરાતનાં એ પુરાણાં પરાક્રમ અને દૈવી સંપત્તિના વિજય હજી આથમ્યા નથી. એ વિજયને વધારે યશવન્તા કરે એવાં સન્તાન ગુર્જરદેવીને ખાળે મૂકો, એ કીર્તિને વધારે ઉજ્જવલ કરે, પાવન કરે એવા મહાભાગ દેવપુત્રા અને દેવપુત્રીઓની જનનીઓ થજો ! હે ! દેવે પણ તમારે પેટ અવતરવા ઈચ્છે એવાં ઉજળાં અને પવિત્ર હુમે સૈા રહેજો. કલ્યાણુ થાવ ત્યમારૂં સહુનું, અને વિક્રમરાયનું આ વર્ષ સહુનું હમારૂં અખંડ પ્રકાશમાં વીતે !
For Private and Personal Use Only