________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સદેશ.
કહ્યું છે તે
બહુ બાકમાઈએ. જેમ
કરાંને કેળવવામાં માત્ર માયા ને કળ વાપરવી જોઈએ. બધાં બચ્ચાંને જન્મથી બ્લીક હેય છે, માટે બ્લીક ઘટે ને તે હીંમતવાળાં થાય ને પરગજુ થાય તેમ કેળવવાં. આપણા દેશી ભાઈઓનું કલ્યાણ કરવું એજ મેટી આબરૂ છે, એવું બાળકના મનમાં દરેક માતાએ ફરી ફરીને ઠસાવવું જોઈએ. આપણું જે હીંદી લેકોએ દેશનું કલ્યાણ કર્યું છે તેમની વાતો તથા વૃત્તાંત બાળક આગળ માએ કહી બતાવવાં જોઈએ. બહુ ધાકમાં રાખવાથી છેકરાં જૂઠાં થાય છે, માટે અતિશય ધાક રાખવો ન જોઈએ. જેમ બને તેમ હેતથી ઉછરે તેમ કરવું. જો હું કદી ન લેવું. ને ગમે તેમ હોય તોપણ છોકરાં આગળ કદી માતાએ જૂઠું બોલવું નહીં. સાચું બેલતાં ડરવું નહિ એમ હમેશા છોકરાંને શીખવવું, ને તેમ કરવાને તેમને ઉત્તેજન આપવું. સાચું બોલવાથી કઈવાર જોખમ અથવા અન્યાય ને નુકશાન થાય છે. પણ તેવું થાય તે ખમી રહેવું, પણ જૂઠું બોલવાથી ઘણું પાપ લાગે છે, અને માણસ અધમ થઈ જાય છે; એ વાત તેમની આંખ આગળ હમેશ ધરવી જોઈએ; દેશાભિમાનની વાતો માએ નાનાં બાળક આગળ હમેશ કરવી જોઈએ.
હાય
કેટલાંક બૈરાં છોકરાંને ઉન્માદ કે મસ્તી કરતાં અટકાવે છે તેમ થવું ના જોઈએ. બચ્ચાંના શરીરની પૂરી ખીલવણી સારૂ એવી મસ્તીની જરૂર છે; માત્ર તેમના શરીરને ભારે નુકશાન ન થાય એટલી જ ફીકર રાખવી જોઈએ. જરાતરા વાગે તે શું થયું? જેમ ઘડાય ને રગડાય તેમ શરીર સારું ને ધીંગું બને છે. ને આપણાં પુરુષ સ્ત્રીએ કજાગરાં થઈ માયકાંકણું જેવાં રહે તેના કરતાં ધીંગામસ્તી કરી જબરાં બને તે વધારે સારું છે.
બીજી બાબતે પણ બેલવા જેવી છે પણ જે મુખ્ય મુખ્ય મને સુખ તે તમારી આગળ નિવેદન કરી છે. એટલાજ ઉપર વિચાર કરી સુજ્ઞ બહેને તેને સાર કે અસાર નકકી કરશે, ને જે કરવા જેવું લાગે તે કરી જાણશે, તે આ અલ્પ પ્રયાસને મને પૂર્ણ અવેજ મળે એમ હું માનીશ.
For Private and Personal Use Only