________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
નવા વર્ષના બે બાલ.
(સંવત્ ૧૯૬૫)
લેખકઃ– ન્હાનાલાલ દલપતરામ કવિ, એમ, એ.
બહેને! સાલ મુબારક ! આ નવું વર્ષ તમારું સહુનું સુખમાં જાવ ! શાન્તિમાં જાવ! શરીરની અને ચિત્તની પ્રસન્નતામાં જાવ! કુટુંબ પરિવારની આબાદીમાં જાવ! આજે હસે છે, ઉત્સાહમાં છે, આનન્દમાં છે, એવાં જ હસતાં, ઉત્સાહ અને આનન્દી સારા વર્ષભર રહે. તમારા એક ભાઈને આર્શીવાદ છે.
આજે વિકમ રાજાનું વર્ષ ૧૯૯૫ મું બેઠું. લગભગ બે હજાર વર્ષને પડદે ચીરી હેની પાછળ જરા નિહાળે. ઈશુખ્રીસ્ત તે વખતે જમ્યા પણ નહતો, ને યૂરેપ ઉપર સેનાપતિ સીઝરને ઝુડો ઉડતા. છેટું ઘણું છે, છતાં કલ્પનાની પાંખ પ્રસારે, અને ચાલે, જુવો. આજથી લગભગ બે હજાર વર્ષ ઉપર માલવદેશમાં આપણું હિન્દના ઇતિહાસમાં યાદગાર એક બનાવ બન્યો. ભેગવિલાસી શંગારી મટી મહાત્મા ભર્તુહરિ રાજાએ ભેખ લીધે, ને વનમાં મઢુલી બાંધી અને ઉજજ્યનીના નાગરિકેએ તેમના ભાઈ વિક્રમાદિત્યને વનમાંથી શોધી લાવી તખ્રનશીન કીધા. નાગરિકેની પસંદગી સફળ ઉતરી, ને એ મહારાજ વડા પરાક્રમી નીવડયા. તે બહાદુર હતા, રાજકાજમાં ચતુર અને કુશળ હતા. પણ બહાદુર ને કુશળ તે અનેક રાજાઓ હોય છે, જેમને ઈતિહાસમાં નામશેષ રહે છે, કે નથી રહેતે. મનુષ્યની કથામાં થોડાક જ રાજાઓ સારા કહેવાય છે, અને એ સારામાંથીએ.
For Private and Personal Use Only