Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણની પવિત્રતા
નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભગવંત શ્રીભદ્રબાહુસ્વામી આવશ્યકનિર્યુક્તિ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે :
કેવળજ્ઞાન વડે અર્થોને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થકર કહે છે. તે તેમનો વાગ્યોગ છે અને તે દ્રવ્યદ્ભુત છે.*
જગતમાં પદાર્થો બે પ્રકારના છે : (૧) અનભિલાખ, (૨) અભિલાખ. અનભિલાખ એટલે કહી ન શકાય તેવા, અને અભિલાપ્ય એટલે કહી શકાય તેવા. તેમાં કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે : એક અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જણાવી શકાય તેવા. (જે કહી શકાય તેવા હોવા છતાં તીર્થકરોનું આયુષ્ય મર્યાદિત હોવાના કારણે ન કહી શકાયા તે અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જે કહી શકાયા તે.) તેમાં અનભિલાખના અનંતમા ભાગે અભિલાપ્ય છે, અભિલાખના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે, અને પ્રજ્ઞાપનીયના અનંતમા ભાગે સૂત્રોમાં ગૂંથાયેલ છે. પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા તે પ્રભુનો વાયોગ છે, શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ છે; તેથી તે દ્રવ્યશ્રત પણ કહેવાય છે. (પ્રજ્ઞાપનીય પદાર્થોને જણાવવા માટે બોલાતા શબ્દોનો સમૂહ તે પ્રભુનો વાંચ્યોગ છે.)
તે શ્રુતજ્ઞાનને અરિહંતો કઈ વિધિથી કહે છે ? તેનું વર્ણન કરતાં તે જ મહાપુરુષ ફરમાવે છે કે :
+ આ ભાગ પહેલી અને બીજી આવૃત્તિમાં ઉપોદ્રઘાત તરીકે હતો. * केवलणाणेणत्थे, णाउं जे तत्थ पण्णवणजोगे।
ते भासइ तित्थयरो, वयजोगसुयं हवइ सेसं ॥ -आ. नि. गा. ७८
केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः श्रोतृशक्त्यपेक्षया कथनार्हास्तान् तीर्थकरो भाषते । इहाऽर्था द्विधा-अनभिलाप्या अभिलाप्याश्च, अभिलाप्या द्विधा-अप्रज्ञाप्याः प्रज्ञाप्याश्च, तत्रानभिलाप्यानामनन्ते भागे अभिलाप्याः, तेषामप्यनन्ते भागे प्रज्ञाप्यास्तेषामप्यनતમા : પૂર્વેષ વદ્ધઃ િિત | -આવશ્યક દીપિકા. ભા. ૧ લો. પૃ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org