________________
ઉપક્રમ
સફલતા (Success) ની છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રગતિ, વિકાસ કે અભ્યદયની છે અને તેથી તે અંગે ઘણુ ચિંતન-મનન થયેલું છે. પ્રસ્તુત ગ્રંથને આવા જ ચિંતનમનનનું એક સુમધુર ફળ સમજવું. તેને ઉત્સાહથી આસ્વાદ લેનારને આ જગતમાં કઈ પણ સ્થળે નિષ્ફળતા મળશે નહિ કે નિરાશ થવાનો વખત આવશે નહિ. તે પિતાને અભીષ્ટ એવી પ્રગતિ, અભીષ્ટ એ વિકાસ કે અભીષ્ટ એ અભ્યદય અવશ્ય સાધી શકશે અને આ જગતમાં પિતાનું નામ રેશન કરી શકશે.
અમે ત્રેસઠ વર્ષના જીવન દરમિયાન સિદ્ધિ, સફળતા કે ઉન્નતિ અંગે જે કંઈ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તેનો સમુચિત સાર આ ગ્રંથમાં ઉતારવા માટે પ્રબળ પ્રયાસ કર્યો છે, તેથી સિદ્ધિના સાધકેને, સફલતાના ઈષ્ણુને કે ઉન્નતિના ઉમેદવારને તે અતિ ઉપયોગી થઈ પડશે અને એક માર્ગદર્શક સાચા મિત્રની ગરજ સારશે, એમ કહીએ તો અનુચિત નથી. દૃષ્ટિએ જીવનસાફલ્યનો છે. મનુષ્ય વ્યવહારના કોઈ પણ ક્ષેત્રમાં સંકલ્પશક્તિને ઉપયોગ કરીને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, ઉન્નતિ સાધી શકે, તે અમે લખી રહ્યા છીએ.” - તેમણે કહ્યું : “જે હકીકત આવી જ હોય તો કૃપા કરીને તેને એવું અપરનામ આપો કે મારા જેવા અનેકને આ વિષયને સ્પષ્ટ બોધ થાય.”
અને અમે એ સૂચનાને સ્વીકાર કરીને કેટલાક મનોમંથન બાદ આ ગ્રંથને ઉપયુક્ત અપરનામથી અલંકૃત કર્યો.
૨. તા. ૧૮-૩-૬૮ના રોજ અમે ત્રેસઠમા વર્ષમાં પ્રવેશ કરેલ છે. એ વખતે અને ત્યારપછી આ ગ્રંથનું લેખન ચાલુ હતું. અમારો જન્મ તા. ૧૮–૩–૧૯૦૬ના રોજ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર નજીક