________________
સમ્યકત્વ કૌમુદી.
રરહિત ગૃહાચારને પાળતાં, ગુણેને ધારણ કરતાં અને તે કમનીય કાંતાએની સાથે ભેગભગવતાં અર્હદાસ શેઠ લક્ષ્મીને સફળ કરવા લાગ્યા. કેટલાક પ્રાણુઓને પુણ્યથી લભ્ય આ મનુષ્યભવ અવકેશી (પુષ્પફળ રહિત) વૃક્ષતુલ્ય હોય છે, કેટલાકને વિષવૃક્ષ સમાન છે અને કેટલાકને કલ્પવૃક્ષ સમાન પણ થાય છે. કેઈક પુરૂષને લક્ષ્મી બાળવૃક્ષ તુલ્ય હોય છે, કેઈને જાતિવૃક્ષ સમાન છે, કેઈને કદલીવૃક્ષ સમાન અને કેઈને આમ્રતરૂસદશ હોય છે કહ્યું છે કે –
"काचिवालकवन्महीतलगता मूलच्छिदाकारणं, द्रव्योपार्जनपुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचित् श्रीः कदलीव भोगसुभगा सत्पुण्यबीजोज्झिता, सर्वांगं सुभगा रसाललतिकावत् कस्य संपद्यते " ॥ १ ॥
કઈક લક્ષ્મી, બાલવૃક્ષની જેમ પૃથ્વતલમાં જઈને સમૂળ નાશનું કારણ થાય છે, કેઈક જાતિતરૂની માફક દ્રવ્યોપાર્જનથી તેને પ્રફુલ્લિત કરતાં પણ વિફલ નીવડે છે, કેઈક કદલીની જેમ માત્ર ભેગસુખથીજ સારી લાગે છે, પરંતુ સત્પષ્યના બીજથી તે રહિત હોય છે અને કેઈક તે આમ્રલતાની જેમ સર્વાગે સુંદર હોય છે, એવી લક્ષમી તો કઈ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે.”
હવે એવા અવસરમાં સર્વ દેવતાઓના મસ્તક પર જેમના ચરણ મુગટસમાન શોભે છે, ત્રિજગજજનના અભીષ્ટ પૂરવામાં જે કલ્પવૃક્ષ સમાન છે અને મહર્ષિઓની શ્રેણીથી પરવરેલા એવા ચરમતીર્થકર સર્વજ્ઞ શ્રી વિરપરમાત્મા વૈભારપર્વત પર સમેસર્યા. તે વખતે આકાશમાં દેવદુંદુભિને ગંભીર અને મધુર નાદ સાંભળીને તેમજ અન્યોન્ય વિરૂદ્ધ પ્રાણીઓને પણ નેહપૂર્વક થતો સંગમ જોઈને ઉદ્યાનપાલક મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:“ અહા! આ કઈ એવી અદ્દભુત રચના છે, કે જે મને અત્યારે હર્ષવિહુવલ બનાવી મૂકે છે.” આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં આગળ આગળ ચાલ્યો જાય છે, એટલામાં વિ