________________
ભાષાંતર.
૨૨૫
N
મહોત્સવ અને સંવેંગના રંગપૂર્વક ગુરૂમહારાજની પાસે પ્રતિમાઓ અંગીકાર કરી. પછી ગણધર મહારાજને નમસ્કાર કરીને શ્રેણિક રાજા શ્રેણીની સાથે પોતાને સ્થાને ગયા અને ગુરૂશ્રી પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
હવે ગૃહસ્થ ધર્મમાં ધુરંધર એવા શ્રેષ્ઠીએ પોતાને ઘેર આવીને વિપુલગિરિ ઉપર સમષ્ટિ પ્રજાની દષ્ટિને આનંદદાયક એવા ઉ.
ત્સવની સંપત્તિ માટે વિધિપૂર્વક કનકૂટસદશ, જાણે અપર સુવર્ણ ગિરિ હેય એવું સુવર્ણ, રત્ન, માણિક અને વૈર્યરત્નના બિંબેએ યુક્ત અને સુવર્ણના કળશની શ્રેણી તથા વિલસતી ધજાઓથી સુ
ભિત એવું જિનમંદિર કરાવ્યું. પછી રાજા અને મંત્રીની સમક્ષ ધર્મ અને ન્યાયમાર્ગમાં અગ્રેસર એવા પોતાના અહંદરનામના મોટા પુત્રને ઘરનો ભાર શેંપીને અને રાજાની આજ્ઞા લઈને મેરૂગિરિ સમાન નિશ્ચલ આશયવાળે એ અહદાસ શ્રેષ્ઠી સમ્યગ્રીતે વિધિપૂર્વક અગિયારે પ્રતિમાઓનું અનુક્રમે આરાધના કરવા લાગ્યું. ત્યારપછી સુવર્ણની અનેક કેટી યથાચિત સુપાત્રે વાપરીને અને દીન તથા અનાથ જનેને યથાયોગ્ય દાન આપી સંતુષ્ટ કરીને પોતાની સાતે પ્રિયાઓ સહિત શ્રેષ્ઠીએ પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી પાસે ઉપદ્રવને દલિત કરનારી એવી સંયમશ્રી (દીક્ષા)અંગીકાર કરી અને સૂત્ર તથા અર્થ એ બંનેના તત્ત્વને જાણનાર એવા અહદાસમુનિ પંચમહાવ્રતને નિરતિચારપણે પાળતાં અગીયારે અંગ ભણ્યા. પછી એકાંત નિ:સ્પૃહ થઈ મનહર સામ્યસુધાના સરેવરમાં પોતાના મનરૂ૫ રાજહંસને રમાડતા, અપ્રમત્તગુણસ્થાનનો આશ્રય કરતા નિશ્ચય અને વ્યવહારની પ્રધાનતા અને અપ્રધાનતાને જાણતા, સર્વત્ર ઉત્સર્ગ અને અપવાદવિધિને સેવતા, ત્રણ ગુપ્તિથી પિતાના આત્માને પવિત્ર કરતા, પાંચ સમિતિમાં સ્થિતિ કરતા અને બાર પ્રકારના તપમાં નિરંતર તત્પર રહેતા એવા અહદાસ મહામુનિ શુદ્ધ સંયમ આરાધીને શ્રીસમેતશિખરગિરિ ઉપર સમાધિપૂર્વક એક માસનું અનશન ૨૯