________________
ભાષાંતર.
૨૨૩
જાણીને આ પ્રમાણે વિચાર કરે:-“સાધુધર્મ પાળવા સમર્થ છું કે અસમર્થ છું?” જે એ ધર્મ પાળવા સમર્થ હોય, તે સાધુપણાને અંગીકાર કરે અને જે અસમર્થ હોય, તો સિદ્ધાંત વિધિથી જિનભગવતે કહેલ સમ્યકત્વાદિક અગીયાર પ્રતિમાઓને આચરે. તે અગીયાર પ્રતિમાઓ આ પ્રમાણે છે-દષ્ટિ (સમ્યકત્વ), વ્રત, સામાયિક, પૈષધ, પ્રતિમા (કાર્યોત્સર્ગ), બ્રહ્મચર્ય, સચ્ચિનવર્જન, પિતે આરંભ કરવાને ત્યાગ, પ્રેગ્યાદિક પાસે આરંભ કરાવવાને ત્યાગ, ઉદ્દિષ્ટવર્જન અને શ્રમણભૂતત્વ (સાધુસદશતા). આ પ્રમાણે ગૃહસ્થ ધર્મની અગીયારે પ્રતિમાઓ સંક્ષેપથી કહી. હવે તેમાંની એકએકનું કંઈક સ્વરૂપ બતાવવામાં આવે છે કારણકે તે ધર્મનું સ્વરૂપ જાણવામાં આવતાં અને તે પછી વિધિપૂર્વક તેનું આચરણ કરતાં હું યતિધર્મની શક્તિયુક્ત છું કે નહિ? એમ શ્રાવક સમ્ય રીતે જાણી શકે છે.'
જિનપૂજામાં અનુરક્ત, સાધુસુશ્રષામાં તત્પર અને ધર્મમાં દઢ એ શ્રાવક પ્રથમ દર્શનપ્રતિમાને વિધિપૂર્વક ધારણ કરે. આ પ્રતિમાને સ્વીકાર કરતાં તે ઉપગરહિત કદી ન થાય અને શંકાદિથી કદી વિપર્યયભાવ ન પામે. નિશ્ચય શુભનોજ અનુબંધ કરે અને અતિચારરહિત રહે. પછી પ્રથમ પ્રતિમાયુક્ત તે પાંચ અણુવ્રતના સમ્યમ્ આરાધનરૂપ દ્વિતીય પ્રતિમાને નિરતિચારપણે ધારણ કરે. આ પ્રમાણે કહેલ વ્રતપ્રતિમાના આરાધનથી દુષ્કર્મને દૂર કરનાર એ શ્રાવક પરમ પ્રશમ (સામાયિક) રૂપ તૃતીય પ્રતિમાને અંગીકાર કરે, પૂર્વે સામાયિક કરવાને જે અનિયત કાલ દર્શાવેલ છે, તે અહીં એટલે ત્રીજી પ્રતિમામાં બંને સંધ્યાકાળે ત્રણ માસ સુધી શુદ્ધ સામાયિક કરવું. ચોથી પ્રતિમામાં પર્વદિવસે વિધિપૂર્વક ચાર માસ સુધી ચતુર્વિધ પિષધ કરવું. પાંચમી પ્રતિમામાં પૂર્વપ્રતિમાઓના વિધાન સાથે પર્વદિવસે સર્વરાત્રિ ( આખી રાત) પ્રતિમા (કાયેત્સર્ગ) કરે. તેમાં દિવસે બ્રહ્મચર્ય પાળે, રાત્રિએ અમુક વાર નિયત કરે, સ્નાન ન કરે, દિવસેજ કાછડી ન ઘાલે, ભેજન