________________
૨૨૮
સમ્યકત્વ કૈમુદી-અર્હદાસ શેઠની કથા.
(પ્રયત્નો કરે છે, તેમ આ દષ્ટિથી પ્રાણું પોતાના હિત માટે યત્ન કરે છે. ધર્મકાર્યના ઉદ્યમરૂપ સમ્યત્વ કંઈક સ્પષ્ટ થાય, ત્યારે તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તારાદષ્ટિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –
" तारायां तु मनाक्स्पष्ट, नियमश्च तथाविधः । | ગગુ ફિલામે, વિજ્ઞાસા તરવોવર”
" परा सतत्त्वशुश्रूषा, दृढं सद्दर्शनं यदा।। अक्षेपश्च क्रियायोगे, बला दृष्टिस्तदा भवेत् " ॥२॥
“તારા દષ્ટિમાં સમ્યકત્વ કંઈક સ્પષ્ટ થાય, તથા પ્રકારે નિયમ અને હિત સાધવામાં ઉદ્વેગ ન હોય તથા તત્ત્વની જિજ્ઞાસા હોય અને જ્યારે સત્તત્વમાં પરમ સુશ્રુષા અને સમ્યકત્વ દઢ થાય તથા ક્રિયાઓમાં સતત પ્રવૃત્તિ થાય, ત્યારે બલાદષ્ટિ સમજવી.” આ દષ્ટિમાં રહેલ જીવ એવું માને કે –“અમારામાં શુદ્ધ બુદ્ધિ નથી, તેમજ વધારે શાસ્ત્રસંગ્રહ પણ નથી. માટે જિનભગવંતની વાણું અમને અત્યંત પ્રમાણભૂત છે. વળી આ દષ્ટિમાં ઇદ્રિ સુસ્થિર થાય છે, સર્વ ક્રિયાઓ શમપૂર્વક, સમગ્ર કાર્યમાં નિરહંકાર અને ગુણવંત પર મહાઆદરભાવ થાય છે. જેને ધર્મમાં સતત ઉદ્યમ હોય, જે સૂફમબધથી રહિત હોય અને જેની તત્ત્વ પર પરમ સુશ્રુષા હોય, તેને દીપ્રાદષ્ટિ હેય. આ દ્રષ્ટિમાં પ્રાણુ ધર્મને પોતાના પ્રાણ કરતાં પણ અધિક માને, ધર્મને માટે પ્રાણને નિ:સંશય ત્યાગ કરે, પણ પ્રાણસંકટમાં ધર્મને ત્યાગ ન કરે. સ્થિરા દષ્ટિમાં પ્રાણ સમ્યજ્ઞાન અને ક્રિયાને સારરૂપ માને, તત્ત્વશ્રદ્ધાન રત્નતિની જેમ નિર્મળ હોય અને નિષ્કષાય ભાવ રહે. વળી આ દ્રષ્ટિમાં જીવ સદનુષ્ઠાન-કૃમાં પોતે યથાશક્તિ પ્રવૃત્ત થાય અને કદાગ્રહથી નિમુક્ત થઈ જાય. કાંતાદષ્ટિ તારાના સદશ ઉદ્યોતવાળી, તત્ત્વશ્રદ્ધાવાળી, બહુ અર્થને પ્રકાશ કરનારી અને સમ્યકત્વ અણુરચના આસ્વાદવાળી હોય. પ્રભાષ્ટિ સૂર્યના જેવા પ્રકાશવાળી, તેમાં નિશ્ચળરૂચિરૂપ અને કમતરૂપ અંધકારને