________________
ભાષાંતર
ર૩૧
સૂર્ય સમાન તેજસ્વી, જેમના ચરણોને રાજાઓએ વંદન કરેલ છે અને શિવમાર્ગને દર્શાવનારા એવા શ્રીદેવસુંદર ગુરૂ થયા. તેમને પાટે પ્રકૃષ્ટ ભાગ્યવંત અને યુગપ્રધાન સમાન એવા શ્રી સોમસુંદરસૂરિ થયા. આચાર્યોમાં અગ્રેસર એવા જે ગુરૂશ્રીને સજજન પુરૂષે, સવાંગ દેદીપ્યમાન ગુણેને લઈને શ્રીસુધર્માસ્વામી સમાન ગણે છે, તેમના પ્રથમ શિષ્ય સમર્થ મહિમાવાળા વિદ્યગોષ્ઠીમાં કુશળ અને પિતાના પ્રજ્ઞાબળથી જગતમાં સુરગુરૂ (બૃહસ્પતિ) તરીકે પ્રખ્યાત થયેલા એવા શ્રી મુનિસુંદરસૂરિ હતા અને બીજા શિષ્ય અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા અતુલ પ્રભાશાળી અને સર્વત્ર ઉદય પામનારા એવા શ્રીજયચંદ્રસૂરિ હતા. શ્રી જયચંદ્ર સદગુરૂના શિષ્ય શ્રીજિનહર્ષગણુ મહારાજે સ્વપરના ઉપકારને માટે વિક્રમ સંવત્ ૧૪૮૭મે વર્ષે આ સમ્યકત્વકામુદી ગ્રંથની લેકબંધ રચના કરી. (કર્તા કહે છે કે, “ધુરંધર મહર્ષિઓએ મારાપર અનુગ્રહ કરીને આ ગ્રંથની શુદ્ધિ કરવી.”
છું સમાપ્ત.