________________
ભાષાંતર..
૨૨૯
પરાસ્ત કરનારી હોય, પરાષ્ટિ ચંદ્રમાના ઉદયસદશ, સમ્યકત્વતત્તવની રૂચિરૂપ અને જ્યાં કષાય અને વિષયને ઉદય સર્વથા શાંત હોય.
" तन्नियोगान्महात्माह कृतकृत्यो यथा भवेत् । यथाऽयं धर्मसंन्यास-विनियोगान्महामुनिः" ॥१॥
ધર્મ સન્યાસના વિનિયોગથી જેમ મહામુનિ કૃતકૃત્ય થાય, તેમ એ (પરા) દષ્ટિના નિયેગથી મહાત્મા કૃતકૃત્ય થાય છે.” બીજા અપૂર્વ કરણમાં એ પ્રાણું મુખ્ય છે અને તેથી તેને સદા ઉદયવાળી અને નિષ્કટક એવી કેવળથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે દ્રષ્ટિઓ (ધર્મ)ની શુદ્ધિને માટે સુજ્ઞ પુરૂષ નિરંતર સત્કૃત્ય કરે છે. કારણ કે નિમિત્તની નિર્મલતાથી કાર્યમાં નિર્મલતા આવે છે. જિનેશ્વરેના રમ્ય ચૈત્ય, શ્રેષ્ઠ વર્ણથી મનહર જિનબિંબ, પૂજા, પ્રતિકાઉત્સવ, તીર્થયાત્રા, સાધર્મિવાત્સલ્ય, ગુણાનુરાગ, સુસાધુભક્તિ, કુમતથી નિવૃત્તિ, શ્રીજિનશાસનની પ્રભાવના અને સદષ્ટિ-નર્મલ્યકારક આ સત્કૃત્યથી તીર્થકરેને પણ સંપત્તિ પ્રાપ્ત થાય છે. એ ધર્મના પ્રભાવથી દેવતાઓ પણ અનુકૂળ થઈ માણસની સેવા સારે છે, જગને પૂજ્ય એવા સજજને તેના પર સ્નેહ વધારે છે, અને સંપત્તિ તે તેને ઘેર સદા ઉદય પામતી જાય છે.”
આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને ઇદ્ર જેમ સ્વર્ગ રાજ્યને, તેમ શ્રેષ્ઠ સામ્રાજ્યને ધારણ કરતા અને ત્રણ ખંડ વસુધાના સ્વામી એવા સંપ્રતિરાજાએ, જિનેંદ્ર પ્રતિમાઓથી અદ્દભુત અને પ્રસન્નતા આપનારા એવા જિનપ્રાસાદેથી આ ત્રણખંડની ભૂમિને સર્વત્ર શણગારી દીધી. અર્થાત્ સર્વત્ર જિનપ્રાસાદ કરાવ્યા. માટે –
“હે ભવ્ય શ્રાવકે! ધર્મના પ્રભાવથી અનુપમ અને નાના પ્રકારના ઉપદેશામૃતથી નિબિડ મને વ્યથાને વિનાશ કરનારી એવી