________________
ભાષાંતર.
વાળા, અનંગ (કામદેવ) ને જય કરવાવાળા અને સુવર્ણ જેવા વર્ણવાળા આચાર્ય મહારાજનું મને શરણ થાઓ. અંગ અને ઉપાંગ વિગેરે સિદ્ધાંતને અભ્યાસ કરવામાં સાવધાન મનવાળા અને નીલવર્ણવાળા એવા ઉપાધ્યાય મહારાજ મારા દુરિત ઉદયને નષ્ટ કરે. પંચમહાવ્રતને ધારણ કરનારા, ધીર, સાવધસંસર્ગને ત્યાગ કરનારા અને બંને પ્રકારે મેઘછાયા (મારા પાપની શ્યામતા) નું હરણ કરનારા અર્થાત્ કૃષ્ણવર્ણવાળા એવા સાધુઓ મને સિદ્ધિનિમિત્તે થાઓ.” આ પ્રમાણેના ધ્યાનરૂપ સુધાના આસ્વાદથી આનંદિત થયેલ એવા શ્રેષ્ઠીને તે વખતે કોધના આવેગથી કંપતા શરીરવાળા એવા રાજાએ આ પ્રમાણે કહ્યું:–“રે દુષ્ટ! હે દુષ્ટ અભિપ્રાયવાળા! પિતાને સદાચારી તરીકે ગણાવના૨ એવા હે મંદમતિ! ચારની સાથે તે વાત કરવાને સંબંધ રાખે છે, જે ચેરની સાથે એકાંતમાં રહીને વાતચિત કરે છે, તેને સજન પુરૂ ચૂરજ કહે છે, માટે રાજાને તેને નિગ્રહ કરે ઘટે છે. એ ચારે જે દ્રવ્ય હરણ કર્યું છે, તે જે નહિ આપે, તો તને પણ ચેરની માફક હું દંડ(શિક્ષા) કરીશ.” આ સાંભળીને જિનદત્તે કહ્યું કે –“હે દેવ! મેં તેની સાથે માત્ર ધર્મવાર્તાજ કરી છે, પરંતુ તેની સાથે મારે કઈ પ્રકારને સંબંધ નથી.” આ તેના કથનને કેપથી માન્ય ન કરતાં દુષ્ટબુદ્ધિ રાજાએ દૈત્યસમાન એવા કૂર માણસોને તેના વધને માટે આદેશ કર્યો. ” “ સ્વામીને હુકમ થતાં સેવકને કૃત્યકૃત્યનો વિચાર કરે યુક્ત નથી.” એ વાક્યને અનુસરીને રાજાના હુકમ પ્રમાણે તેઓ તેમ કરવા જેટલામાં તૈયાર થયા, તેટલામાં નમંડળ ઘોર અંધકારથી વ્યાપ્ત થઈ ગયું, બ્રહ્માંડને ભેદી નાખે તેવા મોટા ઘેર શબ્દો થવા લાગ્યા અને આકાશમાંથી પડતા રજના પૂરથી વ્યાકુળ થયેલા રાજા અને અમાત્ય પ્રમુખ સભામાં બેઠેલા બધા મૂછિત થઈ ગયા. “આ શું ” એમ બેલતા નગરવાસીઓ બધા શંકિત થઈ ગયા, હસ્તિ, અશ્વપ્રમુખ બધી સેના પગલે પગલે કંપવા લાગી. આથી ભયભ્રાંત થઇને રાજાએ પ્રધાનને કહ્યું