________________
સમ્યકત્વ કૌમુદી શીલસુંદરીની કથા.
હું કન્યા આપવાનું નથી. સર્વ ગુણેથી યુક્ત છતાં જે એ બે ગુણથી હીન હેય, તે વિદ્વજનોના હૃદયમાં તે નિર્ગુણજ ભાસે છે. કહ્યું
" तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिना, . जीवेनेव कलेवरं जलघरश्रेणीव दृष्टिश्रिया।
प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया, प्रेम्णेव प्रतिभासते न रहितो धर्मेण जंतुः कचित् " ॥१॥ मुक्ततेजो यथा रत्नं, पुष्पं वा गंधवर्जितम् । । गतधर्मस्तथा प्राणी, नायात्यत्र महर्घताम् ” ॥२॥
જેમ જળથી સરેવર, લક્ષ્મીથી પ્રભુતા, સેનાપતિથી સેના, જીવથી દેહ, વૃષ્ટિથી મેઘ, દેવપ્રતિમાથી પ્રાસાદ (મંદિર), સુરસથી કાવ્ય અને પ્રેમથી પ્રેમદા શોભે, તેમ ધર્મથીજ પ્રાણી શોભા પામે છે, ધર્મરહિત તે કદી શોભતે નથી. વળી તેજહીન જેમ રત્ન અને ગંધરહિત જેમ પુષ્પ, તેમ ધર્મ રહિત પ્રાણી આ સંસારમાં આદરપાત્ર થતો નથી.” માટે હે દૂત ! તારા સ્વામીને જઈને કહે કે
જે કન્યારત્નને તમે ઈચ્છતા હોય તે પ્રથમ મારા સમરાંગણના સાગરનું અવગાહન કરે,” પછી દૂતના વચનથી યમની જેમ કુપિત થયેલો ભગદત્ત સંગ્રામની સામગ્રી કરીને વેગથી તે નગરમાં આવ્યા, એટલે ચતુરંગ સૈન્યસહિત યુદ્ધને માટે ફરકતા બાહુદંડવાળો એવો જિતારિ રાજા પણ સૂર્યની જેમ સન્મુખ આવ્યું. તે વખતે દિચકને આક્રમણ કરવામાં સમર્થ, કપાંતકાળના અગ્નિની જ્વાળા સમાન અને પૃથ્વીતળને ધ્રુજાવનાર એવા ભગદત્ત રાજાના સૈન્યને જોઈને ન્યાયવેત્તાઓમાં અગ્રેસર અને પોતાના પક્ષની કલ્યાણશ્રીને ચિંતવતા એવા સુદર્શન નામના મહામંત્રીએ જિતારિ રાજાને કહ્યું કે - “હે સ્વામિન્ ! ભગદત્ત રાજાને તમારી પુત્રી આપીને સંધિ કરે. કારણ કે તે દુર્ભય લાગે છે. પિતાના બળાબળને નિર્ણય એજ રાજનીતિના પ્રાણ અને સંધિ કે વિગ્રહના અવસરનું પરિજ્ઞાન એ તેનું