________________
૨૧૬
સમ્યક કૌમુદી–સાતમે પ્રસ્તાવ.
મંત્રી સહિત રાજાને પિતાને ઘેર આવેલ જેઈને તેણે એ સત્કાર કર્યો કે જે વચનથી કહી ન શકાય. કહ્યું છે કે –
“પ્રસન્ન દ જનઃ શુદ્ધ, કિતા વા નાં શિકા
सहजार्थिष्वियं पूजा, विनापि विभवं सताम्" ॥१॥
પ્રસન્નદષ્ટિ,શુદ્ધ મન, લલિત વાણી અને નમ્ર શિર-અથજનોમાંવિભવ વિના પણ સજજનેની આ સ્વાભાવિક પૂજા(સત્કાર) છે.” પછી પોતાના પિતાએ કરાવેલ સહસ્ત્રકૂટ નામના ચૈત્યમાં ચંદ્રકાંત પાષાણની બનાવેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરાવીને કાર્યદક્ષ એ શ્રેષ્ઠી રાજને ઉંચા સુવર્ણસિંહાસન પર બેસારીને તેની આગળ અંજલિ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે:-“હે દેવ ! તમે પોતે જે મારે ઘેર આવીને મને મળ્યા, તેથી ખરેખર આજે હું સર્વ સેવકેમાં મુગટરૂપ થયો છું. ઉત્સવની શ્રેણિથી વિભૂષિત એવી સંપત્તિમાં સર્વ પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વામીની પ્રસન્નતાથી મધુર એવી દષ્ટિ (મીઠી નજર) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કહ્યું છે કે – " देव ! सेवकजनः स गण्यते, पुण्यवत्सु गुणवत्सु चाग्रणीः। यः प्रसन्नवदनांबुजन्मना, स्वामिना मधुरमीक्ष्यते दृशा" ॥१॥
હે દેવ! તેજ સેવક પુણ્યવંત અને ગુણવંત જનમાં અગ્રણ ગણાય છે, કે જેને પોતાને સ્વામી પ્રસન્ન મુખકમળથી મીઠી નજરે જુએ છે.” પ્રસન્ન મુખવાળા એવા રાજાની જ્યાં જ્યાં મીઠી નજર થાય છે, ત્યાં ત્યાં પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા (સૈભાગ્ય) વિકસિત થાય છે. હે દેવ! આ સેવકને ઘેર આજે સુધાવૃષ્ટિ થઈ, કે જેથી આ આપના પવિત્ર ચરણકમળ અત્યારે મને પાવન કરી રહ્યા છે. કહ્યું છે કે – " अमृतं शिशिरे वह्नि-रमृतं क्षीरभोजनम् । अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनम् " ॥१॥