________________
ભાષાતર.
હેમની પરીક્ષા થાય છે, તેમ સયુક્તિપૂર્વક ધર્મતત્વની પરીક્ષા કરીને સુજ્ઞજને તેને સ્વીકાર કરવો. કહ્યું છે કે –
તાવ છે ગુદ્ધ, સુવMનિવારા
સુાિસિદ્ધાંતસિત્યા-ત્તત્તવામિયતે” ? .. “જેમ તાપ, છેદ અને કસોટીથી સુવર્ણ શુદ્ધ થાય, તેમ યુક્તિ અને સિદ્ધાંતથી જે સિદ્ધ થાય, તે તત્વ કહેવાય છે.” વળી હે પ્રજાપાળ! આ સમ્યકત્વના માહાભ્યયુક્ત રમ્ય દષ્ટાંત સાંભળવાથી જિનેશ્વરના માર્ગને મનથી મેં સ્વીકાર કર્યો છે, પરંતુ તે વિશે ! એમના મનભાવની પરીક્ષા કરવા માટે જ એમણે કહેલ કથાઓને અંતે મેં ખંડશ: ખંડન કર્યું. કુતીથી એના આક્ષેપ અને કુતર્કરૂપ પ્રલયવાયુથી જેમનું સમ્યકત્વસ્થિરતારૂપ વૃક્ષ લેશ પણ ચલાયમાન થતું નથી, તે વિભે! તે મહાનુભાવજ આપની જેમ મહાપુરૂષને માન્ય થાય છે અને તેજ તીર્થકરપદવીને પોતાની સન્મુખ (નિકટ) કરે છે. જેમ સુવર્ણની યામતા કે વિશુદ્ધિ અગ્નિમાં સમજાય છે, તેમ મહા આપત્તિમાં જ પ્રાણીના સમ્યકત્વરત્નની પરીક્ષા થાય છે. હે માનવર! હવે વિષયેથી મારું મન વિરક્ત થઈ ગયું છે, અને સંયમરૂપ આરામની તે ઉપાસના કરવા ઈચ્છે છે. કેટી જન્મમાં પણ દુર્લભ અને સર્વ દુઃખને હરનાર એવું જિનવચન જાણુને પણ જે પ્રાણી વિષયસુખને સેવે છે, આહા! તન્હાતત્વથી વિમૂહાત્મા એ તે પ્રાણ સુધાપાકને ત્યાગ કરી ગર્તાશકર (ખાબોચીયાના ડુક્કર ) ની જેમ મલિન વસ્તુમાં આનંદ માની લેવા જેવું કરે છે. હે રાજન્ ! તત્ત્વને જાણનાર જન જે વિષયરૂપ સપથી ન ડસાય, એજ વિજ્ઞાનનું ફળ સજજનોને માન્ય છે. હે વસુધાપતિ ! જ્ઞાનવાનું પણ જે વિષચેથી પરાભવ પામે, તે સુજ્ઞ જનેએ તેના કર્મનું અત્યંત કિલષ્ટપણું સમજી લેવું. માટે હે ભૂપાલ! ચારિત્રરૂપ નકાને આશ્રય કરીને જિનધર્મના તત્ત્વને જાણતી એવી હું આ સંસારસાગરને સત્વર પાર પામવા ઈચ્છું છું.”