Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 231
________________ ૨૧૮ સમ્યકત્વ કૌમુદી-અર્હદાસ શેઠની કથા. પૂર્વે મિથ્યાષ્ટિના વંશમાં જન્મ પામેલી અને તેના ધર્મથી ભાવિત થયેલી એવી હું સમ્યકત્વવાસિત ધર્મને યથા તથા પ્રકારે માની શકતી નથી. તેવા પ્રકારના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ હૃદયવાળે અને ગતાનુગતિક બુદ્ધિવાળો પ્રાણુંજ બાહ્ય ચમત્કાર જેઈને જેમ તેમ પણ ધર્મમાં રમણ કરે છે, પરંતુ વિવેકીજન તે તેનું આંતર લક્ષણ (સ્વરૂપ) સમ્યગ્રીતે સમજીને જ પોતાના મનને તગ્ય કરી તે માર્ગને સ્વીકાર કરે છે. વળી હે રાજન ! ધર્મનું આંતર લક્ષણ તે આ પ્રમાણે સાંભળવામાં આવે છે કે વિષયમાં પણ વૈરાગ્ય અને ક્રિયામાં સદા ઉચચતમ વ્યવસાય કરે. કહ્યું છે કે – " जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुराओ । किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ" ॥१॥ જ્યાં વિષયમાં વિરાગ છે, કષાયને ત્યાગ છે, ગુણપર અનુરાગ છે અને ક્રિયામાં અપ્રમાદ છે, તેજ ધર્મ શિવસુખના સાધનભૂત છે.” ફળથી વિશેષિત એવું ધર્મનું માહાત્મ્ય જોઈને જેનું મન સમ્યગુરીતે પ્રશાંત થતું નથી, તે કૃત્રિમ ધર્મવેત્તા છે. હે રાજન ! જેનું મન પ્રશાંત છે અને સર્વ પ્રાણીઓ પર જેની અદભુત દયા છે, તેણેજ ધર્મનું યથાસ્થિત તત્વ જાણ્યું છે. કહ્યું છે કે – મતિર્મવતિ વિના તેન? जीवे दया भवति किं बहुभिः प्रदानैः । शांतं मनो भवति किं बहुभिस्तपोभि- . लाभक्षयो भवति किं क्रतुभिः सहस्रैः" ॥१॥ “જે ધર્મમાં મતિ હય, તે બધું સાંભળવાથી શું ? જે જીવપર દયા હેય, તે બહુ દાન કરવાથી શું ? જે મન શાંત થયું તે બહુ તપ કરવાથી શું ? અને જે લેભને ક્ષય થયે, તે હજારે યજ્ઞ કરવાથી શું ” તાપ અને છેદાદિકથી જેમ શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246