________________
૨૨૦ સમ્યકત્વ કૌમુદી-અહદાસ શેઠની કથા.
એવા અવસરમાં અસાધારણ મહિમાના સાગર પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી ત્યાં પધાર્યા. તેમના આગમનના વૃત્તાંતરૂપ સુધારસથી તૃપ્ત થયેલ શ્રેણિકરાજા અને શ્રેષ્ઠી વિગેરે પરમ પ્રદ પામ્યા. પછી શ્રીમાન શ્રેણિકનરેશ તથા શ્રેષ્ઠી વિગેરે શ્રીગણધરમહારાજને વંદન કરવાને સત્વર ત્યાં આવ્યા. કારણકે સુજ્ઞ પુરૂષે તેવા કાર્યમાં આલસ્ય કરતા નથી. પછી પંચાંગ નમસ્કારપૂર્વક પ્રણામ કરીને શ્રેણિકનૃપ તથા શ્રેષ્ઠી વિગેરે બેઠા એટલે ગણધરમહારાજે આ પ્રમાણે ધર્મદેશના આપી:
“જિનભગવંતોએ સુદર્શન, જ્ઞાન અને ચારિત્ર–એ મુક્તિને માર્ગ કહેલ છે. તેમાં (પ્રથમ) સમ્યકત્વના મિથ્યાત્વમેહનીયના ઉપશમ અને ક્ષયથી પાંચ ભેદ કહેલા છે. અને તે હે રાજન! ઔપશમિક, ક્ષાચેપથમિક, ક્ષાયિક, મિશ્ર અને સાસ્વાદન–એ પ્રમાણે જિનેશ્વરેએ પ્રકાશ્યા છે. વળી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન–એ રીતે સમ્યગ્માર્ગના પ્રકાશક એવા જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છે. સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમસંપરાય અને યથાખ્યાત-એ રીતે સર્વ સાવધના વર્જનરૂપ ચારિત્ર પાંચ પ્રકારે કહેલ છે. તેમાં યથાખ્યાતચારિત્ર અશેષ કર્મને ક્ષય થતાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સર્વ દુઃખ વિનાશક અને ચિંતામણિરત્નની જેમ અમૂલ્ય એવું જિન ભગવંતે કહેલ ચારિત્ર પ્રાણ ભાગ્યયોગેજ પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે –
" कश्चिन्नजन्मप्रासादे, धर्मस्थपतिनिर्मिते । ___ सद्गुणविशदं दीक्षा-ध्वजं धन्योऽधिरोपयेत् " ॥१॥
ધર્મરાજાએ નિમણ કરેલ મનુષ્યજન્મરૂપ પ્રાસાદપર સ દગુણેથી વિશદ (નિર્મલ) એવા દીક્ષાધ્વજને કેઈ ભાગ્યવંત જનજ અધિષેપણ કરે છે.” જે પ્રાણ આ દુસ્તર સંસારસાગરને વેગથી તરવા ઈચ્છે છે, તેણે ગુણયુક્ત એવી તપસ્યા (દીક્ષા) રૂ૫ નૈકાને