Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 227
________________ ૨૧૪. સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા. અનુકંપા તે કારૂણ્ય અને જિનક્તિ જીવાદિ તત્વ જ બધું સત્ય છે, અન્ય મિથ્યા છે, એમ શુભમાં જ એક ચિત્ત રાખી પરિણામ વિશુદ્ધિથી જે માનવું, તે આસ્તિક્ય કહેવાય છે. હે ભદ્ર! તેં આ બધિરત્ન ખરેખર બહુ પાપકર્મના ક્ષયથી જ પ્રાપ્ત કરેલ છે, માટે નિ:શંકિતાદિક અણગુણોથી ગરિષ્ઠ અને સકળ અભીષ્ટદાયક એવા આ સમ્યકત્વરત્નની ચત્નપૂર્વકતારે સંભાળ રાખવી.” ગુરૂમહારાજની આ શિક્ષાને નેહપૂર્વક સ્વીકારીને અને તેમને નમસ્કાર કરીને હું સમ્યકત્વમાં જ મનને સ્થિર રાખતી ઘેર આવી.” જગતમાં અતિશય પ્રભાવવાળું અને વિદ્યુતાએ કહેલું એવું આ જિનધર્મનું સ્વરૂપ સાંભળીને અર્હદાસ વિગેરે કહેવા લાગ્યા કે – હે પ્રિયે! સમ્યકત્વના સારરૂપ આ તારું કથન બધું સત્ય છે.” આ પ્રમાણે યથાર્થ અને ભવ્ય આશ્ચર્યવાળું એવું સમ્યકત્વનું સ્વરૂપ સાંભળીને દંભની રચના કરતી કુંદલતા બોલી કે આ વિશુદ્ધતાનું કથન બધું અસત્યજ છે. જળનું મથન કરતાં વૃતની પ્રાપ્તિ શું કેઈએ પણ ક્યાં જોઈ છે?” એવામાં રાજાએ વિચાર કર્યો કે –“અહો ! આ લલનાને કે મહાકુર દુરાશય છે? માટે પ્રભાતે એને નિગ્રહ કરીશ.” પછી રાજા અને મંત્રી પ્રમુખ સર્વે પિતપિતાને સ્થાને ગયા, અને અર્વદાસ શેઠ પણ પૂજાની સમાપ્તિ કરી નિદ્રાવશ થયે. હે ભવ્યજને! પુણ્યરૂ૫ સુધાની પરબ સમાન આ વૃષભશેઠનું ચરિત્ર સાંભળીને સમસ્ત ભુવનની લક્ષ્મીના ભૂષણરૂપ અને અનેક પ્રકારના આનંદથી પૂરિત એવા બોધિરત્નમાં તમારા મનને રમાડે. ॥ इति श्री सम्यक्त्वकौमुद्यां श्री तपागच्छनायकश्री सोममुं. दरसूरि श्री मुनिसुंदरसूरि श्री जयचंद्रसरिशिष्यैः पंडितजिनहर्ष गणिभिः कृतायां षष्ठः प्रस्तावः ॥

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246