Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 226
________________ ભાષાંતર. ૨૧૩ અને શૂરદેવ વિગેરે આસ્તિકજ સહિત સુદંડ રાજાએ જિનેવરના ચેત્યમાં અઠ્ઠાઈમહત્સવ કરીને તથા સાધમિવાત્સલ્ય અને દીનજને નિમિત્તે પુષ્કળ ધન વાપરીને તેજ ગુરૂમહારાજ પાસે સંસારસમુદ્રથી પાર ઉતારવામાં નાવ સમાન અને અનેક ગુણસંયુક્ત એવી સંયમશ્રી અંગીકાર કરી. તથા વિજયારા, ગુણશ્રી મંત્રીપલી અને પદ્મશ્રી પ્રમુખ સ્ત્રીઓએ પણ ત્યાંજ વ્રત ગ્રહણ કર્યું. વળી ત્યાં કેટલાક ભાએ સમ્યકત્વ સાથે બાર વ્રત લીધા અને કેટલાક ભદ્રભાવવાળા થયા.” . હે સ્વામિન ! સર્વતઃ અભુત એવા જિનેંદ્રધર્મના આ માહાભ્યને જોઈને મેં પણ ત્યાં દઢ સમ્યકત્વ અંગીકાર કર્યું. એટલે હિતૈષી એવા ગુરૂમહારાજે તે અવસરે સમ્યકત્વની સ્થિરતા માટે તત્ત્વને પ્રકાશ કરનારી એવી આ પ્રમાણે મને શિક્ષા આપી:–હે ભદ્રે ! સમ્યકત્વ જ અતિ દુષ્માપ્ય એવી માક્ષલક્ષ્મીને પ્રસન્ન કરવામાં હેતુભૂત છે અને સમ્યકત્વ જ અતિ દુરંત એવા સંસારના દુઃખને નાશ કરવામાં એક દક્ષ છે. જે સમ્યકત્વ વિશુદ્ધ થતાં પ્રાણી નરક કે તિર્યંચગતિમાં જતાં અટકે છે અને મેક્ષના સુખને અનુકૂળ તથા સુખકારી એવી મનુષ્ય અને દેવગતિ તેને પ્રાપ્ત થાય છે. વળી એ સમ્યકત્વ પામીને તજી દેતાં પણ બહુ તે સર્વથા ઉત્કૃષ્ટથી તેને સંસારની સ્થિતિ અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર રહે છે. તે કરતાં અધિકતે હેય જ નહિ. વળી મૂળ જેમ વૃક્ષનું, અક્ષય અને મહત્તર નિધાન જેમ ધનરાશિનું, પીઠ (પા) જેમ પ્રાસાદ (હવેલી)નું મુખ જેમ શરીરનું, દ્વાર જેમ મંદિરનું, આધાર જેમ આધેયનું, વસુધા જેમ જગતનું અને ભાજન જેમ ભેજનાદિકનું મુખ્ય કારણ છે, તેમ અહીં સર્વ ધર્મનું મૂળ કારણ સુજ્ઞોએ સમ્યકત્વ કહેલ છે. શમ, સંવેગ, નિર્વેદ, અસ્તિષ્પ અને કારૂણ્યથી મનહર એવા આ સમ્યકત્વને જે સુજ્ઞજી આશ્રય કરે છે, તે ભવ્ય જગતમાં પ્રસિદ્ધ થાય છે. મોક્ષસુખની ઈચ્છા તે સંવેગ, સંસારથી વિરક્તભાવ તે નિવેદ, અપરાધી જનપર પણ સમતા તે શમ, પ્રાણીઓ પર સદા

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246