Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 224
________________ ભાષાંતર. ૨૧૧ “ તે અં, તે સામર્થ્ય અને તેજ વિજ્ઞાન સર્વોત્તમ છે, કે જેને સુશ્રાવકા પોતાના સાધર્મિક બંધુના કાર્યમાં વાપરે છે. ” આ પ્રમાણે તમારી પ્રશ'સારૂપ સુધાને સવનારી એવી મુનીશ્વરની વાણી સાંભળીને અશ્વને લઈ હું એકદમ વેગથી અહીં તમારે ઘેર આવ્યા છે.” વિદ્યાધરનું આ કથન સાંભળીને કાટવાળ વિગેરે માણુસા શાંત મનવાળા થઇ વૃષભ શ્રેષ્ઠીને પગે પડ્યા. પછી તેમણે તે વૃત્તાંત આવીને રાજાને નિવેદન કર્યું. એટલે વિસ્મય પામતા રાજા ત્યાં આન્યા. પેાતાને ઘેર આવેલ રાજાના વૃષભશ્રેષ્ઠીએ શુદ્ધ મનથી અને અદ્ભુત વિનયપૂર્ણાંક સારા સત્કાર કર્યાં. પછી વિદ્યાધરને નમસ્કાર કરીને કૃતજ્ઞ એવા રાજા, શ્રેષ્ઠીએ આપેલ મેટા સુવણ્યસનપર બેઠા, અને નમ્ર એવા તે શ્રેષ્ઠીને આનંદપૂર્વક આલિંગન દઇને પોતાના અર્ધાસનપર બેસારીને રાજાએ મધુર અને સ્નેહાળ વચનાથી તેને સ્વસ્થ કર્યો. પછી વિદ્યાધરરાજાએ ચારણમુનિએ કહેલ અશ્વની અધી વાત પૃથ્વીપતિને કહી સભળાવી. એટલે તેમણે મનેએ યથાચેાગ્ય પરસ્પર વિનય દર્શાગ્યેા. કારણ કે મહાશયે કદાપિ ઉચિતતાની મર્યાદા તજતા નથી. પછી શ્રેષ્ઠીએ બહુજ પ્રશસ્ત વસ્તુ સાથે તે અશ્વ સુદંડરાજાને ભેટ કર્યાં, એટલે કૃતજ્ઞ અને સ્નેહયુકત મનવાળા રાજાએ તરત તે ઉત્તમ શ્રેષ્ઠીને ખમાવીને અને પેાતાના એક વડીલ ખંધુની જેમ તેના સત્કાર કરીને જગતમાં એક જયશીલ એવા જિનેન્દ્રધર્મના માહાત્મ્યને જાણતા તે અશ્વ સહિત પેાતાને સ્થાને ગયા. અને સ્કુરાયમાન તેજવાળા એવા વિદ્યાધરસ અને સાધવાવાળુ એવુ એક રત્ન ભકિતપૂર્વક વૃષભશેઠને આપીને અષ્ટાપદ પર્વતપર ચાલ્યા ગયા. પછી પુણ્યકૃત્યામાં સર્વથા યત્નવાન્ એવા વૃષભોઠ સૂર્યની જેમ જિનશાસનને પ્રકાશિત ( ઉન્નત ) કરવા લાગ્યા. એકદા ચારિત્રલક્ષ્મીથી પવિત્રિત અને કલ્યાણરૂપ લતાને વૃદ્ધિ પમાડવામાં સુધાના મેઘસમાન એવા જિનદત્તગુરૂ ત્યાં પધાર્યા, એટલે વૃષભ શ્રેષ્ઠી પ્રમુખ નગરીજના સહિત રાજા તેમના ચરણ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246