Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 225
________________ સર સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. કમળને વંદન કરવા આવ્યો. ત્યાં શસ્ય (કલ્યાણ અને ધાન્ય) ના ભર (સમૂહ)ને ઉત્પન્ન કરનાર એવી દેશના જળધારાથી ભવ્ય (સુંદર યા ભવ્યજન) ક્ષેમાં પુણ્ય (શ્રેષ્ઠ) વૃક્ષના આરામ (બગીચા)ને સિંચતા એવા મુનિ-મેઘ વરસવા લાગ્યા – ' . . “ચવનકલ્યાણકને ઉત્તમ અવસર, સ્વપ્ન, જન્મત્સવ, ઇ કરેલ રત્નવૃષ્ટિ, રૂપ અને રાજયસંપત્તિ, વાર્ષિકદાન, વ્રતસંપત્તિ, અત્યંત ઉજવલ એવી કેવળશ્રી અને જે રમ્ય અતિશય–આ બધું જિનભગવંતને ધર્મના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. ધર્મરૂપ કલ્પવૃક્ષનું શ્રદ્ધા (સમ્યકત્વ) એ મૂળ છે, દાન પ્રમુખ ચાર તેની મુખ્ય શાખાઓ છે, નિયમ અને વ્રત વિગેરે તેની પ્રશાખાઓ છે, વિવિધ સંપત્તિએ તેના પુષ્પ છે અને મોક્ષ એ તેનું ફળ છે, પરંતુ સમ્યકત્વરૂપ મૂળ જેના હૃદયમાં ઉદ્યસાયમાન છે, તેને જ એ ધર્મકલ્પવૃક્ષ સંપૂર્ણ ફળદાયક થાય છે. જે સુજ્ઞજનસમ્યકત્વ સાથે સર્વવિરતિને આશ્રય કરે છે, તે સંસારસમુદ્ર તરીને સત્વર સિદ્ધિપદને પામે છે. કહ્યું છે કે – " उत्कृष्टाद्देशविरतेः , स्थानात्सर्वजधन्यकम् । થાનં તુ વિ–નંતકુળતોડધિજા” ? ઉત્કૃષ્ટ દેશવિરતિના સ્થાન કરતાં સર્વવિરતિનું જઘન્યમાં જઘન્યસ્થાન પણ અનંતગણું અધિક છે.” વળી જન્મથી આરાધન કરેલ દેશવિરતિથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ સર્વવિરતિથી એક અંતર્મુહૂર્તમાત્રમાં મળે છે. કહ્યું છે કે – ... " एगदिवसंप जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो। ન પાવરૂ મુ, ગવરૂ વેકાનો હો” છે ? એક દિવસ પણ અસાધારણ ભાવથી પ્રત્રજ્યાને પ્રાપ્ત કરનાર પ્રાણી કદાચ મેક્ષે ન જાય, તથાપિ વૈમાનિક દેવ તે અવશ્ય થાય જ છે.” આ પ્રમાણે દેશના સાંભળીને સમુદ્રષ્ટી, વૃષભશ્રેષ્ઠી

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246