________________
ભાષાંતર.
૧૭૫
થાય છે. માટે મારે તો જિનેક્તિ ધર્મજ પાળે છે અને તમારે પણ હવે એજ ધર્મને સ્વીકાર કરે એગ્ય છે.” આ પ્રમાણે પદ્મશ્રીએ કહ્યું, એટલે બુદ્ધદાસાદિકથી વંદન કરાયેલે એ તે માયાવી પદ્યસંઘ મુખકમળને પ્લાન કરી પિતાના મઠમાં ચાલ્યા ગયે.
હવે સમેતશિખરદિ તિર્થોની યાત્રા કરી, પાર્જિત સંપત્તિને યથાયોગ્ય પાત્ર વ્યય કરી રત્ન, કનક અને પાષાણુના સેંકડે જિનબિંબ અને વિધિપૂર્વક મહોત્સવ સહિત તેની પ્રતિષ્ઠા કરાવીને પોતાને અંત સમય પાસે આવેલ જાણીને વિવેકી ઋષભશ્રેષ્ઠી પિતાના ઘરને ભાર પુત્રને સોંપીને દયા, દાન, દમ, ધ્યાન અને દેવ ગુરૂના અર્ચનાદિકથી તથા તેને લગતા અન્ય પુણ્યકાર્યોથી પિતાના જન્મને સફળ કરીને, ત્રિવિધ ત્રિવિધ પાપસ્થાનેને ત્યાગ કરી, • સર્વ જીવોને ખમાવી અશેષ પરિગ્રહથી મુક્ત થઈ, યક્ત શ્રાદ્ધધમનું નિરતિચારપણે આરાધન કરી આનંદ શ્રાવકની જેમ આનંદપૂર્વક ચાર શરણને આશ્રિત થઈ અને આહારના ત્યાગપૂર્વક સમાધિથી શરીરનો ત્યાગ કરીને તે પરમ સમૃદ્ધિવાળો અને કાંતિના સ્થાનરૂપ એવો વૈમાનિક દેવ થયે. તેના વિયેગથી દુઃખાપ્ત થયેલી એવી પદ્મશ્રી શ્રાવિકા ત્યારથી સર્વ પીડાનું હરણ કરવામાં સમર્થ એવા પુણ્યકર્મને વિશેષ આચરવા લાગી.
એક દિવસે અવસર મેળવીને દષ્ટિરાગથી અંધ થયેલા બુદ્ધદાસે પદ્મશ્રીને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર. જિનમતમાં મેહિત એ તારે પિતા મરણ પામીને ઉદ્યાનમાં બાળમૃગ થયે છે. એમ મારા ગુરૂ કહેતા હતા.” કાનને કરવત સમાન આ સાંભળીને તે વિચારવા લાગી કે –“નિરંતર સર્વ રીતે ધર્મકૃત્ય કરનાર એવા પુ
ણ્યવંત મારા પિતા આવી અશુભ ગતિમાં કેમ જાય? કારણ કે ચિંતામણિ પ્રાપ્ત કરનાર પ્રાણીને શું દરિદ્રતા સતાવી શકે? માટે મિથ્યાદષ્ટિ એવા તે અજ્ઞ ગુરૂએ કહ્યું તે મિથ્યા છે અથવા તે જિનતત્ત્વથી અજ્ઞાત એ પાપી પ્રાણી શું શું બેલતે નથી?” પછી તે