________________
૧૮
સમ્યકત્વ કૌમુદી-સમુદ્રદત્તની કથા.
કેટલાકને ચિત્ત (ભાવ) ને યોગ હોય તે કેટલાકને વિત્તને રોગ હોય અને કેટલાકને તે બંનેને એગ હોય, પરંતુ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેને વેગ તે કઈ પૂર્ણ ભાગ્યવંતને જ હોય છે.” જે શુદ્ધ વસ્તુનું શ્રદ્ધાપૂર્વક સુપાત્રે દાન દેવું, એ પૂર્વેપાર્જિત પુને જ વિપાક છે એમ સુરો કહે છે. મને નિર્ધનને પણ આવા પ્રકારને શુભ ઉદય કયારે થશે ? કે જેથી હું પાત્રદાનનું આવા પ્રકારનું ફળ મેળવું. પરંતુ ધન વિના દાનધર્મ કરી ન શકાય. કારણ કે ગૃહસ્થની સમગ્ર સ્થિતિ ધનાધીન છે. કહ્યું છે કે
"मानं धनेनैवै न सत्कुलेन, कीर्तिनेनैव न विक्रमेण । कांतिधनेनैव न यौवनेन, धर्मो धनेनैव न जीवितेन " ||१|| "स्वपक्षेण विना वादं, विलासान् यौवनं विना ।
दानलीलां विना लक्ष्मी, कुर्वन् यात्युपहास्यताम्" ॥२॥ . “સકુળથી નહિ પણ ધનથી જ માન મળે છે, વિકમ (પરાક્રમ) થી નહિ, પણ ધનથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે, વનથી નહિ, પણ ધનથી જ કાંતિ વધે છે અને જીવિતથી નહિ, પણ ધનથી જ ધર્મ સધાય છે. સ્વપક્ષ વિના વાદ, યૌવન વિના વિલાસ અને લક્ષ્મી વિના દાનલીલા કરતા માણસો ઉપહાસ્યપાત્ર થાય છે.” માટે દેશાંતર જઈ ધને પાર્જન કરી અને પાત્રદાનથી તે સધન જીવિતને કૃતાર્થ કરીશ.” પછી ધનાવહ સાર્થવાહને પિતાને નાયક કરીને સુજ્ઞ એ તે સમુદ્રદત્ત ભગલ દેશ તરફ ચાલ્યું. હવે સાર્થવાહની સાથે આગળ ચાલતાં અનુક્રમે તે મને હર એવા પલાસક નામના ગામમાં આવી પહોંચે. એવામાં તેને પાત્રદાનસંબંધી વિચાર આવ્યું કે:-“જે ગૃહસ્થ ભકિતપૂર્વક શુદ્ધ વસ્તુનું સુપાત્રે દાન કરે છે, તેઓ &લાળે છે અને તેમને જ જન્મ સફળ છે. જેના પ્રભાવથી સંસારી પ્રાણું બને લેકમાં સુખી થાય, તે સત્પાત્રદાનનું. વાસ્તવિક વર્ણન કરવાને કણ સમર્થ છે?” આવા પ્રકારની ભાવના ભાવમાં રાત્રિએ