________________
સમ્યકત્વ કૌમુદી–સમુદ્રદત્તની કથા.
પછી તે સમુદ્ર અશ્વોની રક્ષા કરતે, પિતે તેમને ચારે આપ અને મક્ષિકાદિકનું સારી રીતે નિવારણ કરવા લાગે. વળી અશોક શ્રેષ્ઠીને નિત્ય વિનય સાચવતો અને ઘરના માણસોની પણ યથાએગ્ય તે સારવાર કરવા લાગ્યું. શ્રેષ્ઠી પ્રમુખ માણસને યુક્તિપૂર્વક સર્વજ્ઞદર્શિત ધર્મનું તત્વ પણ તે સમજાવતું હતું. પરંતુ વનના ઉન્માદેવેગથી પરવશ થયેલા એવા તેને શ્રેણીની પાશ્રી સુતાને વશ કરવાને વિચાર થયું. પછી તેને મનેભાવ જાણવાને વનમાંથી સુસ્વાદિષ્ટ વિવિધ ફળ લાવીને તેને આપવા લાગ્યું. એટલે ફળદાનથી પ્રસન્ન થયેલી અને શરીરશભાથી માહિત થયેલી એવી પદ્મશ્રી પણ તેના પર અતિશય સ્નેહ ધારણ કરવા લાગી. તથાપિ માત્ર એકાંતમાંજ તે સ્વાદિષ્ટ મેદક વિગેરે આપીને તેનું ગૌરવ કરતી. કારણ કે સ્વાર્થ સર્વને પ્રિય હોય છે. આ પ્રમાણે પરસ્પર તેમની પ્રીતિ એટલે સુધી વધી ગઈ કે અન્ય દર્શન કર્યા વિના તેઓ રહી શકતા નહિ.
હવે લગભગ બે વર્ષ થતાં પોતાના દેશ તરફ જનાર ધનાવહ સાર્થવાહ ત્યાં આવ્યું, તેની સાથે પિતાને ગામ જવાની સમુદ્રને ઈચ્છા થઈ એટલે પદ્મશ્રીને એકાંતમાં તે નેહપૂર્વક કહેવા લાગ્યું કે –“હે ભદ્રે ! સ્વાર્થની સાથે હું ઘર તરફ જવાને ઉત્કંઠિત થયે છું. પરંતુ પરમ પ્રીતિપાત્ર એવી તને મૂકી શકવાને સમર્થ નથી. તારા સાનિધ્યથી પરદેશમાં પણ હું સુખે રહી શકે. પણ તેને બદલે આપવાને અસમર્થ હોવાથી ખરેખર! તારે હું દેવાદાર થયે છું, એજ મને ખેદ થાય છે.” આ પ્રમાણે સાંભળતાં સ્નેહવતી તે કહેવા લાગી કે –“હે કૃતજ્ઞ! મારા પિતાની આજ્ઞા મેળવી આપને પરણને હવે હું તમારી સાથે આવીશ. પરંતુ પાણિગ્રહણને ઉપાય ધ્યાનપૂર્વક સાંભળ–કારણકે દુ:સાધ્ય કાર્ય કંઈ ઉપાય વિના સાધી શકાય નહિ. માટે કૃશ અંગવાળા છતાં જે સર્વ અવમાં નિગ્ધ અને કમળ મરાજિથી સુશોભિત અને રક્ત તથા વેત