Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 216
________________ ભાષાંતર: ૨૦૩ ધુની જેમ સુજ્ઞ નાવિક એ હું સત્વયંકર અને દુરસ્તર એવા સંસાર સમાન સમુદ્રથી વેગથી તમને પાર ઉતારીશ. અન્યથા તમારે સંસાર સમાન આ સમુદ્રને પાર પામવો મુશ્કેલ છે. ચારિત્ર કે નૈકા વિના શું પ્રાણીઓ એને પાર પામી શકે છે?” આ સાંભળીને ને સમુદ્રી કેધ કરીને કઠણ શબ્દથી નાવિકને કહેવા લાગ્યો કે –“સે સોનામહેર શિવાય બીજું કંઈ પણ હું તને આપવાને નથી.” આ પ્રમાણે નાવિકે સાથે માટે વિવાદ ચાલ્યું, એટલે સુજ્ઞ એવી પદ્મશ્રીએ પોતાના પ્રાણવલ્લભને કહ્યું કે –“હે સ્વામિન ! નાવિકો સાથે વૃથા વિરાધ શા માટે કરે છે? કારણ કે મહા પુરૂષ હલકા જને સાથે કદીપણ કલહ કરતા નથી. હે નાથ ! આ આકાશગામી અશ્વપર આરૂઢ થઈ વેગથી સમુદ્ર ઉતરી અને પિતાને ગામ જઈએ. અશ્વરત્નને પાછા લઈ લેવાની ઈચ્છાથી મારા પિતાએ એમને અહીં મોકલ્યા છે. તેથી આ નાવિક લકે સમુદ્ર કિનારે વિવાદ કરે છે. હે પ્રાણનાથ!તમે જે ચાલ્યા જાઓ તો વિરોધ પોતે શાંત થઈ જશે. બીજી જે સાર વસ્તુ છે, તે સાથેજને પાછળથી લઈ આવશે.” આ પ્રમાણે પ્રિયાના પ્રિય વાકયથી તેણે પણ તેમજ કર્યું. કારણકે ઉપાય પ્રાપ્ત થતાં વિદ્વાન જેને કદી વિલંબ કરતા નથી પછી સાર વસ્તુ લઈ બીજા અવને હાથમાં ધરી પ્રિયા સહિત તે શ્રેણીકુમાર અવ ઉપર આરૂઢ થઈને સર્વના દેખતાં તત્કાળ સુખપૂર્વક પિતાને ઘેર પોંચ્યો. કા. રણ કે પ્રાણીઓને સુકૃદય સર્વત્ર જાગ્રતજ રહે છે. પછી યોચિત મૂલ્યથી નાવિક લોકોને સંતુષ્ટ કરીને સર્વ સાથે અનુક્રમે સમુદ્ર ઉતરી ત્યાં આવ્યું. પછી ક્ષમાયુક્ત યતિ જેમ ગર્વથી તેમ પ્રિયા સહિત સમુદ્ર મહાઉન્નત એવા તે અ*વરત્નથી ઉતરીને લક્ષ્મીના ઉત્પત્તિસ્થાન એવા મા બાપના ચરણ-કમળને નમ્યો કારણ કે કુલીનજને સદાચારને કદી તજતા નથી. હવે બંને રીતે સકલત્ર (પ્રિયા સહિત તથા સર્વનું રક્ષણ કરનાર) એવા પિતાના પુત્રનું ત્યાં આગમન થતાં પિતા વિગેરેએ અત્યંત અદ્ભુત ઉત્સવ કર્યો. પછી તે બંને અવરત્નના પ્રભાવથી તેને ઘેર સર્વ સંપત્તિ દિવસે દિવસે વૃદ્ધિ પામવા

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246