________________
૨૦૬
સમ્યક કૌમુદી–સમુદ્રદત્તની કથા.
એવા તે અવપર આરૂઢ થઈને શ્રેષ્ઠી નિરંતર જંબુદ્વીપમાં રહેલી શાવતી પ્રતિમાઓને વંદન કરવા લાગ્યા. કેઈવાર અષ્ટાપદગિરિ પર, કેઈવાર સર્વ તીર્થમાં શ્રેષ્ઠ એવા શત્રુંજયતીર્થ પર, કેઈવાર સમેતશિખર, ગિરનાર અને સિદ્ધકૂટ વનપ્રદેશમાં જિનેવરેને વારંવાર વંદન કરીને તે જન્મને સફળ કરવા લાગે કહ્યું છે કે – " पूनामाचरतां जगत्रयपतेः संघार्चनं कुर्वतां, तीर्थानामभिवंदनं विदधतां जैनं वचः श्रृण्वताम् । सद्दानं ददतां तपश्च चरतां सत्चानुकंपाभृतां, येषां यांति दिनानि जन्म सफलं तेषां सुपुण्यात्मनाम् ॥१॥
“જિનેવરની પૂજા કરતાં, શ્રીસંઘની ભકિત કરતાં, તીર્થોની યાત્રા કરતાં, જેનાગમનું શ્રવણ કરતાં, સુપાત્રે દાન દેતાં, સમ્યક તપ આચરતાં, અને પ્રાણીઓ પર દયા કરતાં જેમના દિવસે જાય છે, તે ભાગ્યવંત જનેને જન્મ સફળ છે.”
એવામાં જિતશત્રુ નામને પલ્લીપતિ રાવ તે અશ્વરત્નનું માહાસ્ય સાંભળીને લોભથી અંધ બની તે કહેવા લાગ્યું કે “જે પ્રબળ સુભટ બધિરત્નની જેમ દુષ્પાપ્ય એ અવરત્ન મને અહીં લાવી આપશે, તેને મેટા ઉત્સવપૂર્વક ધનપ્રભા નામની મારી પુત્રી પરણાવી અને રાજ્યસંપત્તિને વિભાગ આપીને તેને સત્વર સત્કાર કરીશ.” રાજાનું કથન સાંભળીને કુટિલ આશયવાળા કે કંડલ નામના સુભટે કહ્યું કે હું એ અશ્વરત્ન લાવી આપીશ.” પછી રાજાના હુકમથી ત્યાં જતાં રસ્તામાં મુનિચંદ્ર ગુરૂના મુખથી ધર્મ તત્વ સાંભળીને તે કપટશ્રાવક થયા. એટલે બ્રહ્મચારીપદને ધારણ કરતે, પોતાના હાથમાં પુસ્તક રાખીને ધર્મશાસ્ત્ર ભણતે તે અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. ત્યાં એકદા વૃષભશ્રેષ્ઠીએ ધર્મધ્યાનમાં એક નિષ્ણાત અને જિનચૈત્યમાં આવેલ એવા તેને વંદન કરીને કહ્યું કે –“હે બ્રહ્મચારીઓમાં અગ્રેસર! આપ અહીં કયાંથી