________________
- ભાષાંતર.
* :
૨૫
વિધિપૂર્વક શત્રુંજયની યાત્રા, સુપાત્રમાં વપરાય તેવી લક્ષમી અને સદજ્ઞાન તથા સમ્યકત્વપૂર્વક કિયા–એ પુણ્યગેજ પ્રાપ્ત થાય છે.”
હવે એગી જેમ પરમાત્માને અને સેવક જેમ ઉચ્ચ પદને પામીને આનંદમગ્ન થાય, તેમ તે અશ્વરત્નની પ્રાપ્તિથી રાજા અતિશય આનંદ પામ્યું. પછી તે અશ્વરત્નના અનુભાવથી રાજાની રાજ્યસંપત્તિમાં તે વખતે સૈન્ય, ભંડાર વિગેરે રાજ્યના સાતે અંગમાં વૃદ્ધિ થવા લાગી. એ આશ્ચર્યની વાત છે. એકદા જયયાત્રાને માટે જતા રાજાએ તે અશ્વરત્ન પોતાના બાળમિત્ર વૃષભશ્રેષ્ટીને સોંપી ભલામણ કરી કે –“હે ભદ્ર! રાજ્યના સર્વસ્વ જીવિતરૂપ એવા આ નગામી અશ્વનું તારે ઘેર સ્વાત્મવત્ યત્નપૂર્વક રક્ષણ કરવું.” એટલે શ્રેણી રાજાની આજ્ઞાને વશ થઈ અને પિતાને ઘેર લાવી જિનધર્મની માફક તેને પ્રેમપૂર્વક પાળવા લાગે.
એકદા વૃષભશેઠને મનમાં વિચાર થયે કે –“આ ગગનગામી અશ્વ ખરેખર ભાગ્ય ગેજ પ્રાપ્ત થયેલ છે, માટે અત્યારે એની સહાયતાથી કંઈક પુણ્ય કરૂં. અવસર પામીને જે પ્રાણું ધર્મ સાધે છે, તે વિવેકી ગણાય છે. કહ્યું છે કે – " यावत्स्वस्थामिदं शरीरमरुजं यावच्च दूरे जरा, ' यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः। आत्मश्रेयास तावदेव कृतिना कार्यः प्रयत्नो महान् , संदीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमः कीदृशः" ॥ १ ॥
“ જ્યાં સુધી આ શરીર નિરોગી અને સ્વસ્થ છે, જ્યાં સુધી વૃદ્ધત્વ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયની શક્તિ હણાઈ નથી, અને જ્યાંસુધી આયુષ્યને ક્ષય થયા નથી, ત્યાં સુધીમાંજ સુજ્ઞ પુરૂષે આત્મસાધનમાં મહાપ્રયત્ન કરી લે. કારણ કે ઘરમાં આગ લાગતાં કૂ દવાને પ્રયત્ન કર શા કામને?” પછી અભીષ્ટ ગતિ કરનાર