________________
..ભાષાંતર. . કાંતિવાળા છે, તેમાં વેત વર્ણવાળા આકાશગામી અને રક્ત વર્ણ વાળ જળગામી છે. આ બે અવે જેને ઘેર રહે છે, તેને ઘેર સર્વ સંપત્તિ આવે છે. માટે મારા પિતાની પાસેથી તમારે એ બે અશ્વ લેવા, કે જેથી તે અશ્વમાં મેહિત એ તે વિના પ્રયત્ન તમારી સાથે મારે વિવાહ કબૂલ કરશે.” આ પ્રમાણે સાંભળીને મનમાં વિસ્મય પામી તે શ્રેષ્ઠીપુત્રે વિચાર કર્યો કે –“આપશ્રીની મારાપર આટલી બધી પ્રીતિ છે, એ ખરેખર! સ્વપ્નને જ પ્રભાવ લાગે છે. અહો ! આજે મારા પૂર્વોપાર્જિત પુણ્ય પ્રગટ થયા, કે જેથી આ બે અશ્વરત્નનું મને પરિજ્ઞાન થયું.” પછી સભ્યતાને સવનારી એવી તેને કેમળ વચનથી સંતુષ્ટ કરીને તેણે કહેલ અશ્વનું સ્વરૂપ હૃદયમાં રાખીને શ્રેષ્ઠીને તે કહેવા લાગ્યું કે --“હે પ્રભે! સ્વદેશમાં જનાર સાથે હાલ અહીં વ્હાર આવેલ છે, તેની સાથે સ્વસ્થાને જવાની મારી ઈચ્છા છે. આટલા દિવસે હું આપને ઘેર સુખે રહ્યો, હવે અત્યારે સ્વકીય સાથે લેકે મારી રાહ જુએ છે, માટે હવે મારાપર પ્રસાદ કરી મને બે અશ્વ આપો.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે--“અ
ની પંક્તિઓમાં પસંદ પડેતે લઈ.” આ પ્રમાણે શેઠના કહેવાથી તેણે ચતુરાઈથી નમ્ર વચન વિસ્તારી કેટવાળની સાક્ષીએ તે બે અશ્વ માગી લીધા. એટલે મુખે મધુર પણ મનમાં માયાવી એ અશકશેઠ કહેવા લાગ્યા કે –“હે સમુદ્ર! તું જડ લાગે છે અને તારા અંતઃકરણમાં સારાસારનું જ્ઞાન નથી, કે જેથી શ્રેષ્ઠ અને મૂકીને અત્યંત દુર્બળ, મંદ અને મંદગતિવાળા એવા આ બે અને તું એક મૂઢની જેમ ગ્રહણ કરે છે. આ બંને અશ્વને છોડી દઈને પુષ્ટ શરીરવાળા અને દષ્ટિને આનંદ આપનારા એવા બીજા કેઈ સારા બે અશ્વ લઈ લે, કે જેથી તેને માટે લાભ થાય.” પછી સ્વદેશી માણસેથી પરિવૃત એ સમુદ્રદત્ત કહેવા લાગે કે --“હે શ્રેષ્ટિન્ ! હું તે આ બે અશ્વજ લઈશ, બીજા અને મારે પ્રયોજન નથી. વળી “જે તને પસંદ પડે, તેજ બે અવ તારે લેવા’ એમ પૂર્વે લેકની સમક્ષ તમે ૨૬