________________
ભાષાંતર.
ત્યાં નિદ્રાવશ થયેલા એવા તેને ગામની અધિષ્ઠાયિકા દેવી સ્વપ્નમાં આવીને હર્ષપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી:–“હે વત્સ ! જે તું ધન અને ધર્મને ઈચછા હોય, તે અહીં જ રહે. અનુક્રમે તારે મનેરથ અવશ્ય સિદ્ધ થશે. હે મહાભાગ! ભાગ્યવંત પ્રાણીઓમાં તું જ અગ્રેસર છે, કે જેની સત્કાર્ય કરવામાં આવી દઢ વાસના છે.” આ બધું સત્યજ માનતે એ તે મહામતિ જાગ્રત થયે અને સાર્થવાહને વિજ્ઞપ્તિ કરીને તે ત્યાંજ રહ્યો. માર્ગમાં શાંત થયેલ અને વિદેશી એ તે સમુદ્રદત્ત ત્યાં રહીને સર્વ સુખને આપનાર એ ધર્મજ તે હર્ષપૂર્વક સાધવા લાગ્યા.
હવે ત્યાં કીર્તિનું ધામ, ધનમાં કુબેર સમાન અને અને વ્યાપારી એ અશોક નામને એક શ્રેષ્ઠ વણિક રહેતો હતો. સર્વ દાને જગતને આનંદ આપનાર હોવાથી મુખ્ય એવું અન્નદાનજ તે નિરંતર અનિવારિતપણે આપતા હતા. સૈભાગ્યનું ભાજન એવી વીતશો નામે તેને પ્રિયા હતી અને તે દંપતીને પદ્મસમાન નેત્રવાળી અને લક્ષ્મી સદશ એવી પદ્મશ્રી નામે પુત્રી હતી. તેણે પિતાને ઘેર ચૌદસે અવે સામાન્ય અને અગીયાર દિવ્ય અવે વેપારને માટે રાખ્યા હતા. એક દિવસે સુશીલ જનમાં મંડનરૂપ અને યથાર્થ નામવાળા એવા સમુદ્રને પોતાની પાસે આવેલ જોઈને તેણે આનંદપૂર્વક કહ્યું કે:-“હે ભદ્ર! ભદ્ર આકૃતિવાળે એ તું કયાંથી અને શા પ્રયજન માટે અહીં આવ્યું છે? તે બધું મને કહે.” એટલે વિનયથી નગ્ન થઈને તેણે પિતાનું યથાસ્થિત સ્વરૂપ તેની આગળ કહ્યું. એટલે પુન: તે બોલ્યો કે:-“હે ભદ્ર મારે ઘેર રહીને તારે યથાગ્ય કામ કરવું. અને વસ્ત્ર તથા જનાદિકની બધી સગવડ હું કરી આપીશ. વળી જ્યારે તારે દેશ તરફ જવું હોય, તે વખતે હે વિદ્વાન ! તારે મનને અભીષ્ટ અને તેજસ્વી તથા અસાધારણ એવા બે અશ્વ લઈ લેવા.” આ સરતમાં ગામના મુખી વિગેરેને સાક્ષી રાખીને સર્વ કાર્યમાં સાવધાન એ સમુદ્ર તેને ઘેર રહે.