________________
ભાષાંતર.
૧૯૭
એકદા શૂદેવે પરદેશમાંથી વાણિજ્ય કર્મ કરી અશ્વરને લાવીને રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પણ પ્રસન્ન થઈ કોટિધન આપવાપૂર્વક તેને સત્કાર કરીને બહુમાનપૂર્વક તેને નગરશેઠની પદવી આપી. દેવ અને રાજાઓને પ્રસાદ, રત્ન, સમુદ્રમાને અને અ
ને વેપાર તથા રસસિદ્ધિ––એ દરિદ્રતાને તત્કાળ નાશ કરે છે. યાચિત કર્મ કરવામાં કુશળ એવા તે શ્રાવક શ્રેષ્ઠીએ રાજસન્માન પામીને પણ પરકાર્ય કરતાં કયાં પણ તેણે રાજસન્માન ( રજોગુણ સંબંધી માન) કદી ન સેવ્યું, એ આશ્ચર્ય છે.
એકદા ભેજનાવસરે તપના નિધાન એવા ગુણશેખર નામના મુનીંદ્ર પારણાને માટે તેને ઘેર પધાર્યા. એટલે આગમેક્ત વિધિથી તેમને નમસ્કાર કરીને તેણે પોતે પરમ ભક્તિથી આદરપૂર્વક તેમને પાયસ (દૂધપાક) હેરાવ્યું. તે વખતે તે દાનથી પ્રસન્ન થયેલા દેવતાઓએ તેના ભવનમાં પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. અહો! સાધુદાનરૂપ કલ્પવૃક્ષને મહિમા કે અદ્દભુત છે? સર્વ ઉત્તમ રસ (ભાવ) થી યુક્ત એવા પાત્રદાનના પ્રભાવથી ઘેરદેવે તે ભવમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું. ન્યાયથી વિચારતાં ધર્મના ચાર ભેદોમાં દાન જ મુખ્ય ભેદ છે. કારણ કે જેના પ્રસાદથી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. હું ધારું છું કે, ધર્મના પ્રભેદમાં દાનધર્મ એ રાજા છે, કે જેથી સર્વ ધર્મવાદીઓ એનેજ અગ્રપદ આપે છે.
હવે તેજ નગરમાં ગુણવંત જનમાં પ્રખ્યાત એવે સાગરદન શેઠને પુત્ર સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતે હતે. ધન ઉપાર્જન કરવાના પ્રયત્ન કરતાં પણ નિર્ધનશિરોમણિ જ રહેલા એવા તેણે એ દાનનું માહાસ્ય જોઈને હૃદયમાં આ પ્રમાણે વિચાર કર્યો કે -
સજ્જનને ગ્રાહ્યગુણવાળે આ શૂરદેવ ગૃહસ્થ ધન્ય છે, કે જેને ચિત્ત, વિત્ત અને સુપાત્રને આ વેગ મળે. કહ્યું છે કે -
"केसि च होइ चित्तं, वित्तमन्नसिमुभयमन्नोस । પિત્ત વિત્ત પરં, તિનિવિ પુર્ણ થનાસ” III