________________
॥ 8: સ્તવઃ ॥
& વે સર્વજ્ઞના ધર્મને ધારણ કરનાર એવા શ્રેષ્ઠીએ વિઘુલ્લતાને કહ્યું કે:“ હું મનસ્વિની ! શુદ્ધ સમ્યકત્વપ્રાપ્તિના કારણરૂપ એવી કથા તુ કહે. આ પ્રમાણે પોતાના પતિના અમૃત સમાન આદેશ થતાં તે સમ્યકત્વના લાભને આપનાર એવુ' વૃત્તાંત ઉચ્છ્વાસપૂર્વક કહેવા લાગી:--
""
પુણ્યસ્થાનેથી પવિત્ર એવા આજ ભરતક્ષેત્રમાં સર્વ અદ્દભુત લક્ષ્મીના ધામરૂપ કૌશાંબી નામની નગરી છે. ત્યાં સંગ્રામને માટે સ્કુરાયમાન બાહુદડવાળા, ષટ્લડ વસુધાના વિષણુરૂપ અને જચશ્રીનુ પાત્ર એવા સુદડ નામે રાજા હતા. જે દૃઢ ધર્મ ( ધનુવિદ્યા) માં સ્થિત હેાવાથી અને સમિતિ ( સમ્યગ્ધર્મ અને સંગ્રામ ) માં પ્રયત્નવાન હોવાથી અને રીતે ક્ષમાભુતા ( રાજાઓ અને મુનિએ ) ની સભાને શણગારતા હતા. ભારના હૃદયમાં એક હાર તુલ્ય, સદ્દવૃત્ત ( ગાળ ) એવા નાયક ( મધ્ય મેાતી) યુક્ત અને પુણ્ય ( પવિત્ર ) ગુણ (દ્વારા ) થી સંયુક્ત એવી વિજયા નામે તેને પ્રિયા હતી. તેને શ્રેષ્ઠ મતિવાળા અને પવિત્ર કર્મના સ્થાનરૂપ સુમતિ નામે પ્રધાન હતા તથા તે પ્રધાનની યથાર્થ નામવાળી એવી ગુણશ્રી નામે સ્ત્રી હતી. વળી તેજ નગરીમાં સર્વ પ્રકારના ગુણયુક્ત અને પરમ શ્રાવક એવા શૂદેવ નામના શ્રેષ્ઠી હતા, અને તેની ગુણવતી નામે પ્રિયા હતી. તે દ ંપતી સદા પાત્રદાન, જિનેદ્રપૂજા અને દીન જનાના ઉદ્ધારાદિક કૃત્યથી પોતાના જન્મને કૃતાર્થ કરતા હતા.