________________
૧૯૪
સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા.
ર્યને સાંભળીને વિસ્મય પામેલ એવા રાજાએ ત્યાં આવીને માનપૂર્વ ક તેને શ્રેષ્ઠીની પદવીએ સ્થાપે. પછી અનુક્રમે પોતાના પુત્રોને પોતપોતાના પદ પર સ્થાપીને શ્રેષ્ઠ ભાવનાવાળા એવા રાજા, અમાત્ય અને સમુદ્રષ્ટીએ અષ્ટાબ્દિક મહોત્સવ કરી અને યાચકને યથા
દાન આપીને મુનિચંદ્ર ગુરૂની પાસે તેમણે સંયમશ્રી અંગીકાર કરી.
હવે ગર્વરહિત હૃદયવાળા અને સત્પક્ષના પોષક એવા ઉમયશ્રેણીઓ શ્રેષ્ઠીપદ ભગવતાં નગરમાં સમસ્ત લેકેને સુખી કર્યા. વળી ત્યાં કૈલાસગિરિ સદશ એવું ઋષભદેવસ્વામીનું સ્ફટિક રત્નમય ચૈત્ય કરાવીને તેણે સંપત્તિનું ફળ મેળવ્યું. તથા પ્રતિવર્ષે વિવિધ જિનબિંબે મહોત્સવ સહિત પ્રતિષ્ઠિત કરીને તેણે પિતાના જન્મને સફળ કર્યો. “હું ધન્ય છું, મારે જન્મ સફળ થયો” આવા પ્રકારની આનંદપૂર્વક ભાવના ભાવતા તેણે જગતને પૂજ્ય એવા ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરી. “જે ભવભીરૂ થઈ જિનમતમાં દીક્ષા લેશે તેના કુટુંબનું હું ભરણપોષણ કરીશ” આવા પ્રકારની તેણે ઉષણા કરાવી. પછી અનુકમે પૂર્વવર્ણિત શ્રીગુરૂમહારાજ પાસે સંયમ લઈને ઉમય શ્રેષ્ઠી પરમાનંદપદના સામ્રાજ્યને પામે.”હે નાથ! ત્યાં પુ
શ્યને પ્રભાવ જોઈ મેં પણ સર્વ વ્રતના ભૂષણરૂપ અને તત્ત્વશ્રદ્ધાન લક્ષણવાળું એવું સમ્યક્ત્વ અંગીકાર કર્યું.”
આ પ્રમાણે કનકલતાએ કહેલ જિનમતની દઢતાથી ઉત્પન્ન થચેલા માહાભ્યયુક્ત એવું શ્રેષ્ઠીપુત્રનું ચરિત્ર સાંભળીને કુંદલતા શિવાય રાજા, પ્રધાન અને અર્હદાસ વિગેરેએ “આ બધું સત્ય છે” એમ માની લીધું. કારણ કે – ર સડાન હિંયા-નાસતા વા વવા तथा कुर्वन् प्रजायेत, नीचैर्गोत्रोचितः पुमान् " ॥१॥
“અન્યના છતા ગુણેને ઘાત કરતાં અને પિતાના અછતા ગુનું વર્ણન કરતાં પ્રાણું નીચ ગેત્રનું કર્મ બાંધે છે.”