________________
૧૯૨
સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા.
કર્યો છે. તેમજ ઇંદ્રાણી સમાન સૈભાગ્યવતી એવી પણ પરસ્ત્રીને તે મેં ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કર્યો છે, તે તારા જેવીની શું ચાહના કરૂં? વળી વિદ્વજનેએ અનંતકાય અને બળ અથાણું, રાત્રિજન અને પરસ્ત્રીસેવન–એ ચાર-નરકના દ્વારકહ્યા છેતેમજ હેભદ્ર! પ્રાહંત સંકટ આવતાં પણ સ્વીકાર કરેલા વ્રતને ભંગ કરે નહિ. કારણકે વ્રતભંગ કરવાથી પ્રાણુઓને નરકરૂપ ખાડામાં પડવું પડે છે. પ્રાયઃ નીચ પ્રાણુ જ વ્રત કરતાં ધનને અધિક માને છે, પરંતુ મહાન પુરૂષ તે પોતાના પ્રાણ કરતાં પણ વ્રતને વધારે ગરિષ્ઠ માને છે.” આ પ્રમાણે તેનું કથન સાંભળીને કે ધાતુર થયેલી તે વનેચરી ભયંકર રૂપ વિકુવીને તેને ક્ષોભ પમાડવાને ધસી આવી (ઉપસ્થિત થઈ, પછી કામાતુર એવી તે જેમ જેમ તેને અધિક ક્ષોભ આપવા લાગી, તેમ તેમ તેનું મન સદ્ધર્મમાં દઢ થતું ગયું. છેવટે તેને ધર્મમાં દઢ જાણને પ્રશાંત હૃદયવાળી તે દિવ્યાંગી (દેવી) પ્રત્યક્ષ થઈને આ પ્રમાણે તેની ગુણસ્તુતિ કરવા લાગી:-“હે ભદ્ર! આ લેકમાં તુંજ ધન્ય છે અને મહાજનેને પણ તું *લાધ્ય છે, કે જેનું મન વિપત્તિ આવતાં પણ ધર્મમાં આવું દઢ છે. હું આ અટવીની સ્વામિની મૃગવાહના નામે દેવી છું. તારા સવની પરીક્ષા કરવા મેંજ આ બધી રચના કરી હતી. પરંતુ સત્વવંત જનમાં તું અગ્રેસર અને પરમ શ્રાવક છે. તો હે મહાભાગ! હું તારા પર અત્યારે પ્રસન્ન થઈ છું, માટે કંઈક વર માગી લે.” આ સાંભળી ઉમય બે કે –“હે વનદેવિ! જે તમે પ્રસન્ન થયા છે, તે તમારા પ્રસાદથી આ મારા સહચારીઓ સજીવન થાઓ.” આ પ્રમાણે તેણે કહ્યું, એટલે તે દેવી સાર્થના બધા માણસોને સજીવન કરી, તેમની આગળ યથાસ્થિત ધર્મ નું સ્વરૂપ કહી, તે ઉમટશ્રાવકને પરિવાર સહિત ઉજજયિની નગરીએ લઈ જઈ ત્યાં તેના ભવનાગણે નિષ્કપટભાવથી સુવર્ણવૃષ્ટિ કરીને અને શાસનની ઉન્નતિ કરનારા પંચાશ્ચર્ય પ્રગટાવીને તથા છેવટે તેના ચરણકમળમાં નમસ્કાર કરીને તે દેવી સ્વસ્થાને ગઈ.