________________
'
ભાષાંતર.
' '
ચાલતાં રાત્રિએ આપત્તિમાં ધર્મરહિતની જેમ માર્ગભ્રષ્ટ થઈ મહાઅટવીમાં પડે. ત્યાં વિકટ એવી અટવીમાં આખી રાત્રિસુધી ભયે, પણ ગુરૂવર્જિત પ્રાણીની જેમ તેને ક્યાં પણ માર્ગ ન મળે. પછી સૂર્યોદય થતાં સુધારૂં એવા સાથે કે અજ્ઞાત ફળના ભક્ષણથી મૂછ ખાઈને પૃથ્વી પર પડ્યા. એટલા માટે જ તત્વજ્ઞ અને બંને લોકના સુખાથી એવા જનોએ અજ્ઞાત ફળ અને પુષ્પને ઉપભેગ કરવો બિલકુલ અગ્ય જ છે. પણ અજ્ઞાત ફળના ઉપભેગના નિષેધથી પોતે જીવતા રહ્યા, તેથી ઉમય, પોતાના ગુરૂની સ્વાભાવિક દયાલુતાને માનવા લાગ્યું, પરંતુ તે સાથના વિયેગથી દુઃખિત પોતાની નગરીના માર્ગથી અજ્ઞાત, ભયભીત અને તે અટવીમાં આમતેમ ભમતા એવા તેણે પવિત્ર લાવણ્યની સરિતારૂપ અને પોતાની સન્મુખ આવતી એવી પ્રત્યક્ષ દેવતાની જેમ એક લલનાને જોઈ. તે બિલકુલ પાસે આવી, એટલે ઉમયે પૂછયું કે –“હે ભદ્ર! વિશાલા નગરી તરફ જતા રસ્તે મને સત્વર દેખાડ.” આ સાંભળી સાત્વિક ભાવને ધારણ કરતી અને સ્મિતમુખી એવી તે બોલી કે –“હે મહાશય! આપ પૂછો છો તે માર્ગે હું જાણતી નથી. પરંતુ પલ્લી પતિની મદસુંદરી નામે પુત્રી, સાક્ષાત્ કામદેવ જેવા આપને વનમાં ફરતા જોઈને સખી વ
ને ત્યાગ કરી કામની ઈચ્છાથી આપની પાસે આવી છું. માટે સાક્ષાત્ સુખકારી એવા મારી સાથે ભેગ ભેગ. અને અત્યંત
સ્વાદિષ્ટ આ ફળ ખાઈને શાંત થાઓ, કારણ કે આ ફળ ખાવાથી પ્રાણી નવવન થાય છે. હું પૂર્વે અત્યંત વૃદ્ધ અને નિસ્તેજ હતી, પરંતુ આ ફળ ખાવાથી અત્યારે નવયૌવના થઈ છું. એટલે વિષયથી વ્યાકુળ થયેલી હું તમારા અંગસંગરૂપ સુધાપાન વિના હવે ક્ષણભર પણ રહેવાને સમર્થ નથી. વળી હે કરૂણપર! મારા મનનું અભીષ્ટ સાધતાં સુવર્ણ અને રત્નાદિકની સંપ્રાપ્તિથી તમારું પણ અભીષ્ટ સિદ્ધ થશે.” આ સાંભળતાં આપત્તિમાં પણ અમ્લાન કાંતિવાળા એવા ઉમયે કહ્યું કે –“હે ભદ્રે ! અજ્ઞાત ફળ ખાવાનો મેં નિષેધ