________________
૧૯૦
સમ્યકત્વ કૌમુદી–ઉમયની કથા.
કરવા લાગ્યા કેટ—“માહથી અંધ થએલા આ જગમાં મનુષ્ય જન્મ, આ દેશ, ઉત્તમકુળ, શ્રદ્ધાલતા, ગુરૂવચનનું શ્રવણુ અને વિવેક—સિદ્ધિસાધ—મંદિરના સાપાન (પગથીયા ) ની શ્રેણીરૂપ એવા આ ગુણા ખરેખર! સુકૃતથીજ ઉપલભ્ય છે, આટલા કાળ મે નિવિવેકપણાએ નિત્ય દુરત એવા દુર્વ્યસનથીજ સ્વાત્માની કદર્શીના કરી. હવે એ વ્યસન સાગરના પાર પામીને પ્રૌઢ પુણ્યાદયથી હુ કાટીભવમાં દુષ્પ્રાપ્ય એવા શ્રાવકપણાને પામ્યા, માટે ભાવાસ્તિકપણાથી મારે ભાવના ભાવવી. કારણ કે જિનમતમાં ભાવશૂન્ય ક્રિયા વંધ્યવૃક્ષ સમાન કહેલ છે. ભાવાસ્તિકનું લક્ષણ આ પ્રમાણે છે:— (પ श्रद्धालुतां श्राति जिनेंद्रशासने, क्षेत्रेषु वित्तानि वपत्यनारतम् । करोति पुण्यानि सुसाधुसेवना - दतोपि तं श्रावकमाहुरूत्तमम् " ॥१॥
“જિનશાસનપર શ્રદ્ધાલતા રાખે, સપ્ત ક્ષેત્રામાં નિરંતર વિત્ત વાપરે, પુણ્યકૃત્ય કરે અને સુસાધુની ભક્તિ કરે–એવા શ્રાવકને ઉત્તમ શ્રાવક કહેલ છે. ” વળી સમ્યકત્ત્વને ધારણ કરનાર અને ગુરૂની પાસે વિધિપૂર્વક વ્રત લેનાર એવા સુશ્રાવકને મુનિવરોએ સિદ્ધાંતમાં ભાવશ્રાવક કહેલ છે.” આ પ્રમાણે સદ્ભાવના ભાવીને ભદ્રક અને જિને દ્રશાસનની ઉન્નતિ કરવાની ઈચ્છાવાળા એવા ઉમય, સાધર્મિવાત્સલ્ય, સુસાધુસેવા અને જિનચૈત્યાદિકમાં પૂજા અને સ્નાત્રાત્સવાદ્વિક કરવા લાગ્યા.
એક દિવસે ઘણા કરિયાણા લઈને લિંગની અને ચાગ્ય સખધીઓના ભક્તિપૂર્વક સત્કાર કરીને જનકાદિકને મળવાને અત્યંત ઉત્કંઠિત થયેલા એવા તે કેટલાક માણસા સહિત એક સાથે (સંઘ) સાથે ચાલ્યા. એટલે રસ્તામાં પણ છ આવસ્યકના આચારને પાળતા, દીન અને અનાથ જનાપર યથાશક્તિ ઉપકાર કરતા, સર્વ ભાવતી, સ્થાવર અને જંગમતીર્થોમાં પણ વિધિપૂર્વક પૂજાસત્કાર અને સન્માનપૂર્વક દાનાદિક ફરતા એવા તે પેાતાના માણસાહિત આગળ