________________
ભાષાંતર.
૧૯૩
હવે તે સાથેજને ચેતના પામીને અત્યંત હર્ષપૂર્વક પરમ શ્રાવક એવા ઉમયની પગલે પગલે સ્તુતિ કરવા લાગ્યા કે –“હે ઉમય! હે પરમદયાળુ! હે પવિત્ર પુણ્ય અને ગુણેના સાગર! તમારા પ્રસાદરૂપ અમૃતથી જ અમે સત્વર સજીવન થઈ શક્યા. જે તમે દેવીના સાનિધ્યથી આવા પ્રકારની સંપત્તિ પામ્યા, તે તમને કંઈ દુ:સાધ્ય કે દુપ્રાપ્ય છેજ નહિ. કહ્યું છે કે"अंगणवेदी वसुधा, कुल्या जलधिः स्थली च पातालम् ।
वल्मीकस्तु सुमेरू-दृढतरधर्मस्य पुरुषस्य" ॥१॥
“જે પુરૂષનું મન ધર્મમાં અતિશય દઢ હોય, તેને વસુધા આંગણની એક વેદિકારૂપ થાય છે. સમુદ્ર નીકરૂપ, પાતાલ સ્થલરૂપ અને મેરગિરિ એક રાફડારૂપ થઈ જાય છે.” પછી ગર્વ રહિત એવા ઉમયે તેમને કહ્યું કે –“હે ભદ્રો! ધર્મનું માહાભ્ય મનને પણ અગોચર છે. કહ્યું છે કે" धर्मात् शर्म परत्र चेह च नृणां धर्मोऽन्धकारे रविः, सर्वापत्नशमक्षमः सुमनसां धर्माभिधानो निधिः। धर्मो बंधुरबांधवः पृथुपथे धर्मः सुहृनिश्चलः, संसारोरूमरूस्थले सुरतरूनास्त्येव धर्मात् परः" ॥१॥
“માણસે ધર્મથી આ લેક અને પરલોકમાં સુખ પામે છે, ધર્મ એ અંધકારમાં સૂર્ય સમાન છે, ધર્મરૂપ નિધાન એ સજજનેની સર્વ આપત્તિને શાંત કરવા સમર્થ છે, વિશાલ માર્ગમાં ધર્મ એ એક સાચા બંધુ સમાન છે, ધર્મ એ અચલ મિત્ર છે અને ધર્મ એ સંસારરૂપ વિશાલ મરૂપ્રદેશમાં એક કલ્પવૃક્ષ સમાન જ છે.”
પછી સદાચારમાં ધુરંધર, તેવા પ્રકારના મિત્રગણુથી વર્ણન કરાતા સદગુણાએ યુક્ત અને અલ્પ સમયમાં લક્ષમી સહિત પિતાને ઘેર આવેલ એવા પુત્રને જોઈને સર્વતઃ મહત્સવ કરતા એવા માતપિતાદિક સર્વે સ્વજને અત્યંત હર્ષ પામ્યા. એવામાં તેના આશ્ચ