________________
૧૮૨
સમ્યકત્વ કૌમુદી-પત્રશ્રીની કથા.
વાવે, તે નિશ્ચય તેવાં ફળ પામે. તેમ પુણ્યવંત પ્રાણ શુભગતિમાંજ જાય છે અને વિપરીત મતિવાળે (દુર્મતિ) અવશ્ય દુર્ગતિનેજ પામે છે. મધ, માંસના ભક્ષક, હિંસા અને મૃષા વિગેરે આશ્રવમાં તત્પર અને મિથ્યા ઉપદેશમાં કુશળ એવા પ્રાણીઓ દુર્ગતિમાંજ જાય છે. તેમજ શમ, શીલ અને દયાવંત જિતેંદ્રિય, નિષ્પરિગ્રહી તથા સમ્યજ્ઞાન અને ક્રિયામાં ઉઘુકત એવા પ્રાણીઓ દેવગતિને પામે છે. ઉન્માર્ગના ઉપદેશક, માયા, આરંભ અને આધ્યાનમાં તત્પર, તથા અપ્રત્યાખ્યાની એવા મૂઢ પ્રાણીઓ તિર્યંચગતિમાં જાય છે. સમ્ય પ્રકારના માર્દવ અને આર્જવ ગુણથી યુક્ત, અલ્પ આરંભ અને પરિગ્રહવાળા તથા દેવપૂજા, દયા અને દાનયુક્ત એવા પ્રાશુઓ મનુષ્યગતિને પામે છે. તથા કષાયરહિત, શુકલ લેફ્સાવાળા, સર્વ સંગથી વિમુખ અને શુક્લધ્યાનયુક્ત–એવા ભવ્યે અક્ષય મોક્ષને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે સાંભળીને સંવેગવાન થયેલા રાજાએ પોતાના નવવિકમ કુમારને રાજ્ય સોંપીને મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. તથા રાજા અને શ્રેષ્ઠીની પદ્માવતી પત્ની તેમજ પદ્મશ્રી પ્રમુખ સ્ત્રીઓએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. બુદ્ધદાસ વિગેરે સુદઢ આશયવાળા, જીવાજીવાદિ તત્વના જાણનારા અને જિનધર્મના પ્રભાવક એવા શ્રાવક થયા. અને ઉદયથી રહિત એવા પદ્મસંઘાદિક બ્રાદ્ધ સાધુઓ લોકમાં અવહીલના પામ્યા. કારણ કે મૃષાવાદી કેણ લઘુતા ન પામે ?”
હે નાથ! આ બધું પ્રત્યક્ષ જોઈને મેં પણ સદગુરૂ પાસે પંચાતિચારથી સંશુદ્ધ એવું સમ્યકત્વ ધારણ કર્યું.”
આ પ્રમાણે સમ્યકત્વવાસિત પઘલતાની કથા સાંભળીને અહે દાસીએ કહ્યું કે –“હે પ્રિયે! આ બધું સત્ય છે તથા તેની સાત સ્ત્રીઓએ પણ પ્રસન્ન થઈને કહ્યું કે:-“હે સ્વામિ ! અમે આ બધું સત્યતાપૂર્વક સ્વીકારીએ છીએ. કારણ કે ચિંતામણિની જેમ મનોવાંછિત આપવામાં એક નિધાનરૂપ એવા શ્રીજિનધર્મને મ