________________
૧૮૪
સમ્યકત્વ કૌમુદી-જિનદત્તાની કથા.
અને શીલલીલાથી શ્રેષ્ઠ એવી સમુદ્રશ્રી નામની તેને પત્ની હતી. તે દંપતીને અદ્ભુત સૈભાગ્યવાળી જિનદત્તા નામે પુત્રી અને અતુલ તેજના નિધાનરૂપ એ ઉમયનામને પુત્ર હતે. શ્રેષ્ઠીએ કૌશાંબી નગરીમાં રહેનાર કુલીન અને ધર્મજ્ઞ જિનદેવ નામના શ્રેષ્ઠીને પિતાની પુત્રી પરણાવી. પરંતુ વનવય પામતાં કુસંગતના દેષથી ઉમય બહુ વ્યસની થઈ ગયે. કારણ કે અસત્સંગ માણસોને પ્રાય: અનર્થકર્તા થાય છે. કહ્યું છે કે
ગાતાં સતત સંત, સંતરસ્યાના __ अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥ १ ॥
સચેતનના સંગથી થતા લાભાલાભ તે દૂર રહે, પરંતુ વૃક્ષના સંગથી પણ તેની અસર થતી દેખાય છે કે અશોકવૃક્ષના સંગથી શોક દૂર થાય છે અને કલિવૃક્ષના સંગથી કલહ ઉત્પન્ન થાય છે.” તેના પિતા વિગેરેએ યુક્તિપૂર્વક તેને અટકાવ્યા છતાં દુષ્કૃત્યથી તે નિવૃત્ત ન થયે. કારણ કે વ્યસન દુત્યજ હોય છે. પરંતુ વિશેષતઃ પાપથી પ્રેરિત અને જુગારમાં તત્પર એ તે નગરમાં દૂર કર્મથી ચોરી કરવા લાગ્યા. કારણ કે પરસ્ત્રી, પરદ્રવ્ય, અને પરમાંસના ભક્ષણમાં ઉત્સુક એ પ્રાણું કૃત્યાકૃત્યને કદી જાણતો જ નથી. સમગ્ર નગરમાં ચોરીનું કર્મ કરતા તે શેઠના પુત્રને જોઈ યમદંડ નામે કેટવાળ તેને પગલે પગલે પકડીને શ્રેષ્ઠીના દાક્ષિણ્યથી તેને હિતશિખામણ સંભળાવીને છોડી મૂકતો. તથાપિ ચેાર્યકર્મથી નિવૃત્ત ન થતા એવા તેને એકદા કેટવાળે એકાંતમાં સભ્યતાથી શિક્ષા આપી કે –“હે ભદ્ર! તારા માતપિતા ઉત્તમપણાથી સર્વત્ર પ્રખ્યાત થયા છે, ન્યાયમાર્ગમાં અગ્રેસર અને ધર્મવંત જનમાં એક દષ્ટાંતરૂપ છે, તારી બહેન જગતને આનંદ આપનાર સૌભાગ્યવાળી અને સર્વજ્ઞ ભગવંતના શાસનરૂપ કમળને પ્રકાશિત કરવામાં સૂર્ય પ્રભા સમાન છે. હે બ્રાત! તેમના ઉચ્ચતમ વંશમાં જન્મ પામીને તું દૂર કર્મમાં તત્પર અને પાપપરાયણ એ ચેર કેમ થયે? ચાર્યરૂપ