________________
સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા.
થઈ?” એટલે કંઈક કલ્પના કરીને તેણે પિતાના આવવાનું કારણ જણાવ્યું. કારણ કે પ્રાય: ચેર, જુગારી અને સ્ત્રી જન સત્ય બોલતા નથી. પરંતુ પરંપરાએ આવેલી પોતાના ભાઈની તેવા પ્રકારની વાત તે પ્રથમથી જ તેના જાણવામાં આવી ગઈ હતી. કારણ કે વાર્તા પ્રાયઃ વિશ્વગામિની (સર્વત્ર પ્રસરનારી) હોય છે. કહ્યું છે કે – “વા = શૌતુકાવતી વિરારા ૨ વિદ્યા,
लोकोत्तरः परिमलश्च कुरंगनाभेः। तैलस्य बिंदुरिव वारिणि दुर्निवारતત્રાં મિત્ર ચિત્ર” I ?
તુકવાળી વાર્તા, વિશદ વિદ્યા, અને કસ્તુરીની લેકેનર સુગંધ-એ ત્રણ જળમાં પડેલ તેલના બિંદુની જેમ જગતમાં દુનિ વારપણે પ્રસરે છે, માટે તેમાં આશ્ચર્ય શું છે?” માટે હું પણ જે અત્યારે અહીં એનું અપમાન કરીશ, તે વખતસર દુ:ખથી પીડિત થઈ ન્યાયમાર્ગ પર આવશે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પણ બહુજ અપમાનપૂર્વક ભાઈને ઘરમાંથી બહાર કહાયે. કારણ કે સહુ કેઈ ગુણનું ગૈારવ કરે છે. એટલે લક્ષમી અને સહાયથી રહિત અને વિદેશીઓમાં અગ્રેસર એવા તેણે બહેનના ઘરથી વ્હાર નીકળી દુઃખિત થઈને વિચાર કરવા લાગ્યું કે –“માતપિતા અને રાજાએ મારે તિરસ્કાર કર્યો તેથી આ નગરમાં મારી બહેન ધારીને હું અહીં આવ્યું, પરંતુ તેણે પણ મને નિર્ધન ધારીને ઘરથી બહાર કર્યો. અહે! મંદભાગ્યવાળા પુરૂષને સર્વત્ર આપત્તિઓજ આવીને ઉભી રહે છે. કહ્યું છે કે – " खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके,. . वांछन् देशमनातपं विधिवशाद बिल्वस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः, पायो यत्र प्रयाति दैवहतको गच्छंति तत्रापदः" ॥१॥