________________
ભાષાંતર.
૧૮૧
પણ તે સદા સકુરાયમાન છે. વેદ, સ્મૃતિ અને પુરાણદિકમાં આ સક્ત એવા બ્રાહ્મણે તત્ત્વથી ધર્મમાર્ગની ગંધને પણ જાણતા નથી. મા, માંસના ભક્ષક અને ભાભઢ્યાદિકના વિવેકરહિત બૌદ્ધાદિક પણ ધર્મને સાર સમજતા નથી. ઘર, પુત્ર, કલત્રાદિકના પરિગ્રહમાં આસક્ત અને ગુરૂપદને ભજતા છતાં તેમનામાં ધર્મને એક લેશ પણ સંભવતા જ નથી. અજમેધાદિક યામાં કુશળ, વેદના પાઠક અને સદા પ્રાણીઓને વધ કરતા એવા યાજ્ઞિકે પણ ધર્મથી વિમુખ જ હેય છે. માટે હે ભ! રાગ દ્વેષથી વિમુક્ત અને સભ્યતત્વના પ્રકાશક એવા અહંતના શાસનમાં જ ધર્મની યથાર્થતા છે. એ ધર્મની એક ચિત્તથી ઉપાસના કરનારને આ લોકમાં જ દેવતાઓ પણ પ્રસન્ન મનવાળા થઈ પદ્મશ્રીની જેમ સહાય કરે છે. ખરેખર ! વિશ્વને આનંદ આપનારી એ કહષભશ્રેણીની પુત્રી ધન્ય છે, કે જેણે દુઃખ આવતાં પણ ધર્મરૂપ ચિંતામણિને ત્યાગ કર્યો નહિ. કહ્યું છે કે – " किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पंडितः,
किं चित्रं यदि नीतिमार्गनिरतो राजा भवेद्धार्मिकः। · तचित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी, तचित्रं यदि दुःखितोऽपि पुरुषः पापं न कुर्यात्कचित् " ॥१॥
વેદશાસ્ત્રમાં નિપુણ એ બ્રાહ્મણ પંડિત હોય તેમાં આશ્ચર્ય શું? અને નીતિમાર્ગે ચાલનાર રાજા ધાર્મિક હોય તેમાં પણ આશ્ચર્ય શું છે? પરંતુ જે રૂપવતી અને વનવતી કામિની સાથ્વી (સતી) હોય અને પુરૂષ દુઃખિત છતાં સર્વથા નિઃપાપ રહે એજ મેટું આશ્ચર્ય છે.”
પછી અવસર પામીને પદ્મશ્રીએ ગુરૂમહારાજને પૂછયું કે – “હે વિભે! મારે પિતા મરણ પામીને કઈ ગતિમાં ગયે છે?”એટલે કેવળી ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર! તારે પિતા (ગુરુ) સહસાર દેવલોકમાં દેવ થયે છે અને ભવાંતરમાં તે મોક્ષે જશે. જે જેવાં બીજ