________________
ભાષાંતર
૧૮
સેવક છું” આ પ્રમાણે વારંવાર કહીને તેને શાંત કરવા લાગ્યો. તેના વાક્યને તિરસ્કાર કરીને સમ્યગ્ધર્મમાં દઢ આશયવાળી એવી પદ્મશ્રીએ પણ નરકની જેમ દુઃખદ એવી રાત્રિ વ્યતીત કરી. એવામાં પદ્મશ્રીના શીલસેભાગ્યને જેવા જાણે ઉત્સુક થયે હોય એ સૂર્ય પણ વેગથી ઉદયાચલની ચૂલિકા પર આરૂઢ થયો. પછી માણસના મુખથી તે સ્વરૂપ (ખબર) સાંભળીને બુદ્ધદાસ ત્યાં આવી પિતાના પુત્રને તેવી સ્થિતિમાં જોઈને બહુ દિલગીર થયે, અને શેક તથા કેપયુક્ત અને તત્ત્વાતત્ત્વથી બહિષ્કૃત એ તે બે કે –“હે શાકિનિ ! તેં માંસની ઈચ્છાથી મારા પુત્રને માર્યો છે, માટે હે પાપિછે! પુણ્યવંતમાં શ્રેષ્ઠ એવા આ પુત્રને તું સજીવન કર. નહિ તે રાજપુરૂષ પાસે તને પણ મારી નખાવીશ. આ કોલાહલ સાંભળીને પદ્મશ્રીને ધિક્કારતા સર્વ નગરવાસીઓ ત્યાં આવ્યા, આ બનાવ જેઈને પદ્મશ્રીએ વિચાર કર્યો કે –“ખરેખર ! અત્યારે મારા પૂર્વ કૃત દુષ્કર્મોને ઉદય થયે લાગે છે. પરંતુ જે પ્રાણ નિમિત્તે જિનશાસનમાં મલિનતા પ્રાપ્ત થાય, તે પ્રાણીને આગામી જન્મમાં સમ્યકવરત્ન દુર્લભ થાય. માટે હવે ધર્મના પ્રભાવથી પતિને શીધ્ર સજીવન કરું. કારણ કે સમ્યગ્ધર્મને પ્રભાવ મંત્રાદિક કરતાં અતિશય શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે વિચાર કરીને સમગ્ર લોક સમક્ષ ક્ષમાવતી એવી તે પદ્મશ્રી બેલી કે:-“જે જગને પૂજ્ય એવા સમ્યકત્વમાં મારૂં દઢ મન હોય અને સર્વ તીર્થ કરતાં જેનેંદ્રશાસન સત્ય અને શ્રેષ્ઠ હેય, તો તેના પ્રભાવથી મારા પ્રાણનાથ સત્વર સજીવન થાઓ.” આમ બેલતી એવી પદ્મશ્રીએ પોતાના હાથથી પતિને સ્પર્શ કર્યો કે તરત જ્યારપૂર્વક તે ઉભે થયે. તે વખતે પદ્મશ્રીના સમ્યકત્વૌંદર્યથી પ્રસન્ન થયેલા એવા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ વિગેરે પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યો. તે આશ્ચર્યરૂપ રસથી આકૃષ્ટ થયેલો એ નરવાહન રાજા ત્યાં આવીને પદ્મશ્રીના ચરણકમળને નમ્પ, સ્વજનાદિક સાથે ઇષભશેઠના પુત્રે હર્ષ પામ્યા અને શ્રીજિનશાસન પરમ ઉન્નતિ પામ્યું. સમ્યષ્ટિ દેવતાઓ, રાજાએ, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ, અને