________________
૧૮૦
સમ્યકત્વ કૌમુદી-પદ્મશ્રીની કથા.
વિદ્યાધરે, વિવિધ લબ્ધિધારી મુની અને સૈભાગ્ય, શીલ તથા ગુરૂભક્તિધારી સ્ત્રીઓ અહીં જિનશાસનને ઉન્નતિમાં લાવે છે. પછી ધર્મના માહામ્યની સ્તુતિ કરતા એવા બુદ્ધદાસ વિગેરે વધુ સહિત પિતાના પુત્રને મહોત્સવ પૂર્વક ઘેર લઈ આવ્યા.
એવા અવસરમાં કાલકને પ્રકાશ કરનારું એવું યશોધરમહામુનિને ત્યાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે સમ્યગ્દષ્ટિ દેવતાઓએ અત્યંત આનંદિત થઈ મુનીંદ્રને નમીને તે કેવળજ્ઞાનને મહત્સવ ર્યો. પછી નરવાહનરાજા અને પદ્મશ્રીસહિત બુદ્ધદાસાદિક નગરવાસીએ તેમને વંદન કરવા ત્યાં આવ્યા. એટલે વિશ્વના હિતકારી એવા તે કેવળજ્ઞાની મુનિએ કનકકમળપર બેસીને તેમને ધર્મોપદેશ આપે કે –
મહાસાગરમાં રતદ્વીપની જેમ દુષ્માપ્ય એવા મનુષ્યજન્મને પામીને સુખાથી પ્રાણીઓએ અત્યંત વિશુદ્ધ એવા ધર્મરૂપ ચિંતામણિને આદર કરે ગ્ય છે. જે પ્રાણી પ્રમાદથી તેને અનાદર કરીને અન્ય પુરૂષાર્થમાં પ્રયત્ન કરે છે. તે પછીથી દુખસંતતિને પામીને શેકાકુળ થાય છે. પ્રાય: સર્વ દર્શનવાળા પોતપોતાના ધર્મની પ્રશંસા કરે છે, પરંતુ વિવેકી જ તો પરીક્ષાપૂર્વક શુદ્ધ ધર્મને જ આદર કરે છે. કહ્યું છે કે – " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः। तथैव धर्मो विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः॥१॥
નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન-એ ચાર પ્રકારથી જેમ * સુવર્ણની પરીક્ષા થાય છે, તેમ વિચક્ષણ જ શ્રત, શીલ તપ અને દયા વિગેરે ગુણેથી ધર્મની પરીક્ષા કરે છે.” મિથ્યાષ્ટિને અગેચર એ આ દશ પ્રકારને ધર્મ વસ્તુતઃ જૈનશાસનમાં જ છે અને અન્ય મતમાં તો તે માત્ર નામથી જ છે. સર્વના વચનમાં તત્ત્વાર્થ કુરે છે અને કેઈકના હૃદયમાં પણ તે સ્કુરે છે, પરંતુ જેની તે ક્રિયામાં