________________
૧૭૪
સમ્યકંત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા.
તે મિથ્યાદષ્ટિએ અલાત્કારથી અંતરાય કરવા લાગ્યા. તેઓ ધર્મની નિંદા,હીલના અને પરસ્પર હાસ્ય કરતા, તથાપિ ધર્મીમાં દૃઢ એવી પદ્મશ્રી લેશ પણ પ્રમાદ કરતી ન હતી.
એકદા અહુ શિષ્યયુક્ત પદ્મસંઘ નામના ઔદ્ધાચાર્યે આવીને પદ્મશ્રીને આ પ્રમાણે શિખામણ આપી કે:- “ હે ભદ્રે ! સમણિઓમાં ચિંતામણિ જેમ શ્રેષ્ઠ કહેલ છે, તેમ સર્વ ધર્મોમાં બૌદ્ધધર્મ શ્રેષ્ઠ છે. હિતેષી એવા બુદ્ધ ભગવાને પ્રરૂપેલ ધર્મ સેંકડા ચમત્કારાના સ્થાનરૂપ અને ઉભયલાકમાં સુખાકારી છે. અને વળી:" मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखंडं शर्करा चार्धरात्रे, मुक्तिश्रांते शाक्यपुत्रेण दृष्टा " ॥ १ ॥
,,
“ કામળ શય્યા, સવારે ઉઠીને દુગ્ધપાન, મધ્યાન્હકાળે ભાજન, પાછલે પહોરે મદિરાદિકનુ પાન અને અર્ધરાત્રિએ દ્રાક્ષાખંડ તથા શર્કરાના ઉપભાગ–આવા પ્રકારના ધર્મ થી શાક્યપુત્રને છેવટે મુક્તિ મળી હતી.” માટે વૃથા દેહનુ શાષણ કરનાર એવા આ ધર્મના ત્યાગ કરી અને બુદ્ધ ભગવંતે ખતાવેલ માર્ગના આશ્રય (સ્વીકાર) કર. આ સાંભળી પદ્મશ્રીએ કહ્યું કે: જિન દ્રાક્ત અને સુગતાક્ત ધમના અંતરના તમારા મનમાં સમ્યગ્ રીતે વિચાર કર. જેમ દૂધ, ધાતુ, જળ, રત્ન, રાજા, પાષાણુ અને ભવન-એ વસ્તુઓ માં સમાન નામ છતાં માટુ અંતર જોવામાં આવે છે, તેમ ધર્મના નામની સમાનતા છતાં તેમાં માટુ અંતર રહેલું છે. ક્ષમા, શીલ, તપ, શૈાચ, દયા, સત્ય તથા દમ-આ ગુણ્ણા જ્યાં સર્વથા જોવામાં આવે છે, તે ધર્મ જ યથાર્થ નામયુક્ત છે. નામમાત્રથી તેા પરમતમાં સત્ર ધર્મ છે, પરંતુ વસ્તુત: તેા શ્રીજિનેન્દ્રદર્શિત માર્ગ(મત) માં તે યથા છે. વળી ગુરૂમહારાજની પાસે સમ્યકત્વ શુદ્ધ એવા એ જિનધના મેં સ્વીકાર કર્યો છે, તા હવે શી રીતે તેના ત્યાગ થાય? જે પ્રાણી સ્વીકૃત સભ્યધર્મના ત્યાગ કરે છે, તે ભવાંતરમાં સૈાભાગ્ય રહિત, ધનધાન્ય વર્જિત, નિદ્યમૂત્તિ અને સદા દુ:ખી