________________
સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા.
સસરાને કહેવા લાગી કે:-“પૂજ્ય એવા તમારા ગુરૂવર્ય સમ્યમ્ જાણતાજ નથી, કે જેથી તે આવું બોલે છે. જે પોતાના જ્ઞાનથી તે પ્રાણીઓની ગત્યાદિ જાણી શકતા હોય, તે મારે પણ બદ્ધધર્મને
સ્વીકાર કરે, પરંતુ તેમને સારવાર મારે ઘેર ભેજન કરાવીને ઉત્સાહપૂર્વક તેમના ધર્મને સ્વીકાર કરી હું પાલન કરીશ.” પછી ભજનને માટે પુત્રવધૂને ઘેર સર્વ સામગ્રી તૈયાર કરીને પ્રસન્ન મનથી શ્રેષ્ઠીએ બદ્ધ સાધુઓને બોલાવ્યા. એટલે પદ્યસંઘ ગુરૂ ભેજનાદિકને માટે પુનઃ પરિવાર સહિત ત્યાં આવ્યા. કારણ કે એ વસ્તુ વિશ્વને વદ્ગભ છે. પછી બહુમાન આપીને અનુક્રમે સ્કુરાયમાન યુક્તિપૂર્વક વિવિધ સ્વાદિષ્ટ રસથી ભજન કરાવતાં પદ્મશ્રીએ તેના ડાબા પગની ચામડાની મેજડીને મરચાંવિગેરેથી વઘારી અને તેને જળરૂપ કરીને તેના ગુરૂને જમાડ્યા. પછી બહુ ગરવપૂર્વક યથેષ્ટ ભજન કરીને ઉક્યા એટલે શ્રેષ્ઠીએ ભક્તિપૂર્વક ચંદનાદિકથી તેમની પૂજા કરી, એવામાં પેલા કૃત્યથી કંઈક વ્યાકુળ થયેલી પાશ્રીએ આવીને જતા એવા તેમને કહ્યું કે –“હે સોગતેશ્વર! આજે હું ઘણા કા
થી વ્યગ્ર થઈ ગઈ છું, માટે આવતી કાલે પ્રભાતે ઉત્સવપૂર્વક આપના ધર્મ અંગીકાર કરીશ. હાલ તો તમે પધારે.” એટલે તેઓ મઠ તરફ જવાને તૈયાર થયા. એવામાં ત્યાં ગુરૂનીજ મેજડી જેવામાં ન આવવાથી “કેઈના જોવામાં આવી?” એમ પરસ્પર બેલતા તેઓ કેલાહલ કરવા લાગ્યા. ત્યાં તેમના દર્શનના ઉત્સુક એવા સ્વજન પણ તરત એકત્ર થઈ ગયા. એવામાં પદ્મશ્રીએ અંજલિ જેડીને પુન: પસંઘને કહ્યું કે “હે ભગવન ! જે જ્ઞાનથી તમે મારા પિતાની ગતિ કહી શક્યા, તેજ જ્ઞાનથી તમે પોતે એ મેજડી જાણ
” આ સાંભળીને અત્યંત ક્રોધિષ્ઠ મનથી ગુરૂએ કહ્યું કે--હે ધર્મધૂર્ત! હે દુરાચાર! મને આવું જ્ઞાન નથી.” પછી સર્વની સમક્ષ પદ્મશ્રીએ કહ્યું કે પોતાના ઉદરમાં નાખેલ પોતાની મેજડીને જે જાણું શકતા નથી, તે મારા પિતાની આવી ગતિ શી રીતે જાણી શકે? તમે પિતાનું ખાધેલું જાણી શકતા નથી, તે પારકી નિંદા કરવા