________________
૧૫૮
સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા.
ભયંકર એવું ભારે યુદ્ધ થયું. તેમાં ભગદત્તના પ્રસરતા દાવાનળ જેવા સૈન્યથી જિતારિરાજાનું સૈન્ય ભગ્ન થઈ તરત ભાગી ગયું. એટલે દિવસે નક્ષત્રના છંદની જેમ પોતાના સર્વ સૈન્યને ભાગી ગયેલ જોઈને કાકની જેમ કંપતે એ જિતારિ રાજા પણ ભાગી ગયે. પછી કાંત વિનાની કામિનીની જેમ ભગદત્તથી કદથના પામતી તે નગરી ચારે બાજુ કરૂણુસ્વરે આકંદ કરવા લાગી. નરેંદ્રને સુંદરીવર્ગ ભયાકુળ થઈને ક્ષેભ પામવા લાગ્યા, તથા રત્ન, માણિકય વિગેરે વસ્તુઓ તસ્કરેએ લઈ લીધી. હવે આ બધું પોતાના પિતાનું ચેષ્ટિત જાણુને દુઃખના ભારથી સંતપ્ત થયેલી અને પિતાના જીવિતથી પણ ઉદાસ થયેલી એવી મુંડિતા, જિનભગવંતની પ્રતિમાને બહુ ભાવથી નમસ્કાર કરીને અને પોતાના સદ્દગુરૂના ચરણને સંભારીને સમ્યકત્વથી વાસિત એવી તે નિષ્કપટ મનથી સાકાર પ્રત્યાખ્યાન-કરીને નમસ્કાર મંત્રને સંભારતી સંભારતી ઘરની વાવમાં પડી. એવામાં તેના સમ્યગ્ધર્મના પ્રભાવથી ત્યાં જળ ઉપર આશ્ચર્યકારી એવું સુવર્ણનું સિંહાસન પ્રગટ થયું. ત્યાં સિંહાસન પર બેઠેલી મહાસતી સીતાની જેમ નેત્રને આનંદ આપનારી અને દેવતા સહિત એવી તેને પાર જનોએ વંદન કર્યું. તે વખતે દેવતાઓએ લોખંડના ખીલાથી કીલિત (ખંભિત) કરેલ એવા તસ્કરે ભમરી ખાતા ખાતા પિતાના મુખરૂપ કમળમાંથી રક્ત વમવા લાગ્યા. હવે આવા પ્રકારની સ્થિતિ જોઈને કંપતા શરીરે ભાલથી પૃથ્વીને સ્પર્શ કરી પદાતિની જેમ તે શીલસુંદરીને પગે પડ. પછી મુદિત મનવાળા એવા દેવતાઓની ઉષણથી પોતાની પુત્રીનું માહામ્ય સાંભળીને જિતારિ રાજા પણ વિસ્મય પામતે ત્યાં આવ્યું. એટલે ભગદત્તે પણ પોતાના અપરાધની ક્ષમા યાચી નમસ્કાર કરી તેને પિતાના એક જ્યેષ્ઠ બંધુ તુલ્ય માની લીધો. પછી તે બંને રાજાઓએ ઈદ્રોત્સવ સમાન ત્યાં પ્રતિમહોત્સવ કર્યો. અને યુદ્ધની ઉપશાંતિથી નગરવાસીઓ સવે હર્ષ પામ્યા.
એવા અવસરમાં શ્રુતસુધાના સાગર એવા સાગર નામના સદ્