________________
૧૬૮
સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા.
દાસ ખરેખર ભાગ્યવંત જનમાં અગ્રેસર છે, કે જેણે કુળકમાગત ઉત્કટ મિથ્યાત્વને ત્યાગ કરી અને જગને વ્યાહિત કરનારા એવા કુશાસન (મત) રૂપ પાશનું ઉચ્છેદન કરીને જિનશાસનને અંગીકાર કર્યું. પિતાના પૂર્વજોના આચરિત માગે તે સહુ કોઈ સુખે ચાલે છે, પણ તેવા અસન્માર્ગનું ઉમૂલન કરી સમ્યગ્ધર્મ માં પ્રીતિ રાખનાર તો કોઈ વિરલે વિવેકી જ હોય છે. કહ્યું છે કે – " प्रतिपच्चंद्रं सुरभी, नकुलो नकुलीं पयश्च कलहंसः । વિત્ર પક્ષી, ષ સુધીરિ ” | ? .
જેમ ગાય પ્રતિપદના ચંદ્રને, નકુળ નકુલણીને, રાજહંસ દૂધને અને પક્ષી ચિત્રાવેલીને જાણે છે, તેમ સુબુદ્ધિમાન જ સમ્યગ્ધર્મને ઓળખી શકે છે.” માટે શુદ્ધધમી એવા તેને સકુટુંબ ઘરે બોલાવીને બહુ માનપૂર્વક હવે તેનું વાત્સલ્ય કરવું ઉચિત છે. કારણ કે લક્ષ્મીની સફળતા, ભવનની પવિત્રતા, શાસનની ઉન્નતિ અને તીWકરપદની પ્રાપ્તિ–એ વાત્સલ્યના મુખ્ય ગુણ છે.” આ પ્રમાણે વિચાર કરીને વિચક્ષણ રાષભશ્રેષ્ઠીએનવીન સદ્ધર્મની સ્થિરતા માટે લક્ષ્મીના નિવાસરૂપ એવા બુદ્ધદાસની સાથે મિત્રાઈ કરી. એટલે
ચિતપણે પરસ્પર આપતા અને ગ્રહણ કરતા, રહસ્યની વાત પૂછતા અને કહેતા એવા તે બંનેની વચ્ચે પ્રીતિ વધવા લાગી.
એકદા અષભશ્રેષ્ઠીએ ધર્મના સ્થયને માટે બુદ્ધદાસની સમક્ષ તેના છતા ગુણની પ્રસંશા કરી કે –“હે મહાનુભાવ! તમે પોતાના ઘરમાં ધર્મરૂપ કલ્પવૃક્ષનું આરોપણ કર્યું, તેથી તમે આજે ત્રણે જગતને લાધ્ય થયા અને તમારૂં કુળ પણ આજે પવિત્ર પ્યું. સ્વ
ના ઐશ્વર્યયુક્ત સર્વ સંપત્તિઓ સુલભ છે, પરંતુ સર્વજ્ઞદર્શિત ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ દુર્લભ છે કહ્યું છે કે –
" अपि लभ्यते सुराज्यं, लभ्यते पुरवराणि रम्याणि । न हि लभ्यते विशुद्धः सर्वज्ञोक्तो महाधर्मः " ॥१॥