________________
ભાષાંતર
૧૬૯
સુરાજ્ય અને રમ્ય નગર પામવા સુલભ છે, પણ સર્વજ્ઞકથિત વિશુદ્ધ મહાધર્મ પામ દુર્લસ છે.” માટે તમારે હવે સદા સમ્યગ્લાવથી એ ધર્મનું આરાધન કરવું, કે જેથી મુક્તિવર્ધને સુખસમાગમ સુલભ થાય. કહ્યું છે કે – "क्रियाशून्यश्च यो भावो, भावशून्याश्च याः क्रियाः। अनयोरंतरं दृष्टं, भानुखद्योतयोरिव " ॥१॥
કિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયાઓ એ બંનેમાં સૂર્ય અને ખોત (ખજુવા) જેટલું અંતર જોવામાં આવે છે.” જે પ્રાણ મનુષ્યત્વાદિ સામગ્રી પામીને પુણ્યને માટે પ્રમાદ કરે છે, તે દુબુદ્ધિ સુધાપાન પ્રાપ્ત થયા છતાં તેમાં બેદરકાર રહ્યા જેવું કરે છે. ચિંતામણિરત્ન સમાન સમ્યકત્વપૂર્વક:ધર્મ પામીને તેનું આરાધન કરવામાં તમારે બિલકુલ પ્રમાદ કરવો નહિ.” આ પ્રમાણે સાંભળીને બુદ્ધદાસ માયામંદિર છતાં ઉપરથી પ્રમોદ દર્શાવીને બે કે -
આજે ખરેખર મારા ભાગ્યને સાગર જાગ્રત થયો કે જેથી દરિદ્ર જેમ નિધાન મેળવે, તેમ મોહથી મૂઢ થયેલે એ હું કોટી ભવ ભમતાં પણ દુર્લભ એવું જિનશાસન પામે. વળી પુણ્યવત અને સજજન એવા આપની સાથે જે મૈત્રી થઈ, એ પણ મારા પૂર્વના અગણ્ય સત્પષ્યના વિપાકને જ ઉદય સમજ. હવે તે મૈત્રીને સ્થિર કરવા આપણ બંને વચ્ચે નિરંતર ગેરવની સિદ્ધિને માટે હિતકર એવા કંઈક સૌજન્યની હું ઈચ્છા રાખું છું. આ પ્રમાણે પ્રસન્ન થયેલા એવા તે બંને પરસ્પર ગુણલાઘા અને શ્રાવકપણાથી વંદન કરીને પિતાને ઘેર ગયા.
એક દિવસે સાધર્મિક વાત્સલ્ય કરતાં અષભશ્રેણીએ ભેજનાદિકને અર્થે નવા શ્રાવક અને શ્રેષ્ઠી મુખ્ય એવા બુદ્ધદાસને નિમંત્રણ કરીને પ્રતિપ્રત્તિ (સન્માન) પૂર્વક જેટલામાં તેને ઉચિત એવા ભેજનસ્થાને બેસાર્યો, તેટલામાં દુષ્ટ બુદ્ધિવાળા બુદ્ધદાસ, પોતાના અતિશય ઉત્સાહબરથી શ્રાવકેનું ગૈરવ કરતા એવા રાષભશેઠને ૨૨