________________
ભાષાંતર
- ૧૭૧
મહોત્સવ નિવૃત્ત થતાં વિચારવાન એવા શ્રેષ્ઠીએ પદ્મશ્રીને આ પ્રમાણે શિખામણ આપી:–“હે ભદ્રે ! તારા પતિનું ઘર પ્રાપ્ત થયેલ ન વીન શ્રાવક ધર્મમાં હજી અસ્થિર છે, મિથ્યાત્વી જનને ત્યાં સંસર્ગ છે અને કંઈક કલુષતાનું તે સ્થાન છે, પરંતુ હે વત્સ! તારે જિનેદ્રપ્રણીત ધર્મમાંજ મન દ્રઢ રાખવું, અને ષડાવશ્યક-કર્મમાં પોતે લેશ પણ પ્રમાદ ન કરે. કારણ કે વન, પતિ સન્માન, પ્રમત્ત જનને સંગ અને સંપત્તિની પ્રાપ્તિ–એ અવિવેકી જનને મદમસ્ત બનાવે છે. પણ લજા, ઔચિત્ય, વિનય, દાક્ષિણ્ય અને મધુર વચન એ ગુણે સાસરે ગયેલી સુંદરીને ભૂષણરૂપ છે કહ્યું છે કે – " लज्जा दया दमो धैर्य, पुरुषालापवर्जनम् ।
જિત્વપરિત્યા, નારીખ શીરાક્ષને? | नियाजा दयितादौ, भक्ता श्वश्रूषु वत्सला स्वजने । स्निग्धा च बंधुवर्ग, विकसितवदना कुलवधूटी" ॥२॥
“લજજા, દયા, ઇદ્રિયદમન, ધૈર્ય, પરપુરુષ સાથે આલાપનું વજન અને એકાંતને ત્યાગ-સ્ત્રીઓએ શીલના રક્ષણ માટે આ ગુણે ધારણ કરવા. કુળવધૂ પિતાના પતિ વિગેરેમાં નિષ્કપટ, સાસુપર ભક્તિવાળી, સ્વજનપર પ્રીતિવાળી બંધુવર્ગમાં સ્નિગ્ધ અને નિરંતર પ્રસન્ન મુખવાળી હોય છે.” માટે હે વત્સ ! તારે સદા પ્રાણ કરતાં પણ શીયળ અધિક સંભાળવું તથા વિષમ પ્રસંગે પણ જિદ્રત ધર્મને તારે કદી ત્યાગ કરે નહિ. આ પ્રમાણે પિતાના પિતાની શિખામણ સાંભળીને પ્રસન્ન મુખવાળી એવી પદ્મશ્રી માતપિતાના ચરણકમળને પ્રણામ કરીને પતિની સાથે ગઈ. પછી સાક્ષાત્ લક્ષ્મી સમાન એવી પદ્મશ્રીને આગળ કરીને બુદ્ધસંઘ પરમ ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવ્યું. એટલે કલ્પલતાની જેમ ત્રણે લોકને આનંદ આપનારી એવી પુત્રવધૂને જોઈને શ્વશુરાદિક સર્વે સ્વજને આનંદ પામ્યા.